Home »Recipes »Gujarati Recipes» Try These 8 Traditional Gujarati Recipe At Home

દરેક ગુજરાતીને પ્રિય છે આ 8 વાનગીઓ, તમે પણ ટ્રાય કરવાનું ચૂકતા નહીં!

divyabhaskar.com | Mar 17, 2017, 00:10 AM IST

 
રેસિપિ ડેસ્ક, અમદાવાદઃ ગુજરાતીઓ ખાવાના શોખીન છે તે વાત તો દરેક વ્યક્તિ જાણે જ છે. આજે ગુજરાતમાં જાણીતી અને સૌને પ્રિય એવી કેટલીક ખાસ ગુજરાતી ડિશની વાત કરવામાં આવી રહી છે. આ જાણીતી ડિશને કેવી રીતે બનાવી શકાય છે તેની રેસિપિ પણ તમારા માટે લાવ્યા છીએ. તો ચાલો નોંધી લો રેસિપિ અને બનાવી જુઓ તમારા રસોડે...
 
કઢી
 
સામગ્રી
 
-અડધો લિટર ખાટી છાશ
-અડધો કપ બેસન
-એક ડાળી મીઠો લીમડો
-અડધી ટીસ્પૂન જીરું
-સ્વાદમુજબ મીઠું
-અડધો ટેબલસ્પૂન લાલ મરચું
-ચપટી હિંગ,થોડી હળદર
-કોથમીર, તમાલ પત્ર અને બે લવિંગ બે મરી
-બે ટીસ્પૂન ઘી
 
રીત
 
સૌ પહેલા છાશમાં બેસન, મીઠું, મરચું, અડધી ટીસ્પૂન હળદર મિક્સ કરો. વાસણમાં ઘી ગરમ કરો. તેમા જીરું, હિંગ, કઢી લીમડો, તમાલ પત્ર, લવિંગ અને મરી નાખો. જીરું તતડ્યા પછી તેમા છાશનુ મિશ્રણ નાખો. સતત હલાવતા રહો. ઉભરો આવતા સુધી થવા દો. ઉકાળો આવતા ધીમા તાપ પર 10 મિનિટ થવા દો. હવે કોથમીરથી ગાર્નિશ કરી ગેસ બંધ કરી દો. ગરમાગરમ કઢી તૈયાર છે તેને ખીચડી કે પુલાવ સાથે સર્વ કરો.
 
આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો અન્ય સ્વાદિષ્ટ ગુજરાતી વાનગીઓ વિશે...
(Gujarati Recipes Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Recipes Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: try these 8 traditional gujarati recipe at home
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended