Home »Recipes »Gujarati Recipes» Try These 6 Snacks In Weekend To Stay Healthy And Fit

વીકેન્ડમાં બનાવો 6 હેલ્ધી+ટેસ્ટી નાસ્તા, ભૂલી જશો બહારનો ઓઇલી સ્વાદ!

divyabhaskar.com | Mar 18, 2017, 06:00 AM IST

 
રેસિપિ ડેસ્ક, અમદાવાદઃ સાંજે ચા કે કોફી સાથે કંઈક ખાવાની ઈચ્છા થાય ત્યારે ડ્રાય સ્નેક્સ જ યાદ આવતા હોય છે. બજારમાં મળતા નાસ્તા હેલ્ધી નથી હોતા તેથી એ પણ ખાવાની ઈચ્છા નથી થતી ત્યારે વીકેન્ડનો લાભ લઈ તમે ઘરે જ કંઈક હેલ્ધી બનાવીને ડબ્બામાં રાખી શકો છો. આજે અમે તમારા માટે 6 હેલ્ધી નાસ્તાની રેસિપિ લઈને આવ્યાં છીએ. તો બસ આ વીકેન્ડ ઘરે જ બનાવો હેલ્ધી અને ટેસ્ટી નાસ્તા પણ પહેલા નોંધી લો રેસિપિ...
 
લીલી મેથીના શક્કરપારા
 
સામગ્રી
 
-2 વાટકી ઘઉંનો લોટ
-1 વાટકી મેંદો
-2 વાટકી સમારેલી મેથી
-2 ચમચી મરચું
-2 ચમચી આદું-મરચાં-લસણની પેસ્ટ
-1 ચમચી તલ
-1 ચપટી હળદર
-તેલ તળવા માટે
-મીઠું સ્વાદાનુસાર 
 
રીત
 
બંને લોટને એક થાળીમાં ભેગા કરી લો. પછી તેમાં સમારેલી મેથીની ભાજી તેમજ ઉપર જણાવેલો બધો જ મસાલો જોઈતા પ્રમાણમાં ઉમેરી દો. બે ચમચા તેલનું મોણ નાખી શક્કરપારાનો લોટ બાંધી લો. લોટને સરખી રીતે મસળી લુવા કરી પાટલી પર પાતળા શક્કરપારા કાપી લો. આ દરમિયાન એક કઢાઈમાં તેલ ગરમ કરી લો. તેલ ગરમ થાય એટલે તેમાં, ધીમા તાપે શક્કરપારાને લાઈટ બ્રાઉન રંગના થાય એ રીતે તળી લો. આ શક્કરપારાને પેપર નેપકિન પર મૂકીને થોડીવાર માટે ઠંડા કરી લો. શક્કરપારા ઠંડા થાય એટલે તેને ડબ્બામાં ભરી બાળકોને કે ઘરના અન્ય સભ્યોને સર્વ કરો.
 
આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો અન્ય હેલ્ધી નાસ્તાની રેસિપિ...
(Gujarati Recipes Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Recipes Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: try these 6 snacks in weekend to stay healthy and fit
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended