Home »Recipes »Gujarati Recipes» Try These 10 Types Of Yummy Poha At Home

ભૂલી જાવ પૌઆનો જૂનો સ્વાદ, નાસ્તામાં બનાવો 10 પ્રકારના ટેસ્ટી અને યમ્મી પૌઆ

divyabhaskar.com | Mar 14, 2017, 00:10 AM IST

 
રેસિપિ ડેસ્ક,અમદાવાદ: સામાન્ય રીતે બટાટા પૌઆ તો દરેક ગુજરાતી ઘરોમાં બનતા જ હોય છે. પણ ક્યારેક અવાજ આવે કે આજે પણ એ જ પૌઆ તો સમજી જવું જોઈએ કે, હવે પૌઆમાં ટ્વિસ્ટ લાવવો પડશે. અને એટલે જ આજે અમે તમારા માટે લઈને આવ્યા છીએ 7 પ્રકારના અવનવા પૌઆની રેસિપિ. બસ તો નોંધી લો રેસિપી અને ટ્રાય કરો તમારા રસોડે.
 
ધનિયા પૌઆ 
 
સામગ્રી
 
-બે કપ પૌઆ
-પા ટીસ્પૂન હળદર
-મીઠું સ્વાદ અનુસાર  
 
પેસ્ટ માટે
 
-પા કપ નાળિયેરની છીણ
-બે નંગ લીલા મરચાં
-પોણો કપ કોથમીર સમારેલી
-દોઢ ટીસ્પૂન લીંબુનો રસ
-અડધી ટીસ્પૂન રસમ પાઉડર
-એક ટીસ્પૂન ખાંડ  
 
વઘાર માટે
 
-અડધી ટીસ્પૂન રાઈ
-એક ટીસ્પૂન અડદની દાળ
-અડધા ઈંચનો તજનો ટુકડો
-એક ડાળખી મીઠો લીમડો
-એક ચપટી હિંગ
-દોઢ ટીસ્પૂન તેલ  
 
રીત
 
સૌપ્રથમ પૌઆને સાફ કરીને ધોઈને નિતરવા મૂકી દો. હવે પેસ્ટ માટે નાળિયેર, કોથમીર, લીલા મરચાં, લીંબુનો રસ, ખાંડ, રસમ પાઉડર અને મીઠુંને મિક્સર જારમાં લઈને બરાબર મિક્સ કરી લો. તેમાં જરૂર લાગે તો ત્રણથી ચાર ચમચી પાણી ઉમેરીને સ્મૂધ પેસ્ટ બનાવી લો. હવે આ પેસ્ટને પૌઆમાં ઉમેરીને બરાબર મિક્સ કરી લો. હવે એક નોનસ્ટિક પેનમાં તેલ ગરમ કરો. તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ ઉમેરો. રાઈ ફૂટે એટલે તેમાં અડદની દાળ અને તજનો ટુકડો ઉમેરીને સાંતળો. દાળ લાલ રંગની થાય એટલે તેમાં મીઠો લીમડો, હિંગ અને હળદર ઉમેરીને થોડીક સેકેન્ડ માટે સાંતળો. ત્યારબાદ તેમાં પૌઆ ઉમેરીને બરાબર મિક્સ કરી લો. થોડીક મિનિટ માટે સાંતળ્યા બાદ ગેસ બંધ કરી દો. ગરમા-ગરમ પૌઆને સર્વિંગ બાઉલમાં કાઢીને સર્વ કરો.
 
આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો વિવિધ પ્રકારના પૌઆની રેસિપિ...
(Gujarati Recipes Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Recipes Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Try these 10 types of yummy poha at home
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended