Home »Recipes »Gujarati Recipes» Try 7 Famous Recipe Of Besan For Breakfast

ચણાના લોટની 7 વાનગીઓ પાછળ ફિદા છે ગુજરાતીઓ, કરો વીકેન્ડમાં ટ્રાય

divyabhaskar.com | Apr 09, 2017, 08:00 AM IST

 
રેસિપિ ડેસ્ક, અમદાવાદ: ચણાના લોટની એટલે કે બેસનની વાનગીઓ આમ તો આખા ભારતમાં ફેમસ છે, પરંતુ ગુજરાતીને જરા વધારે જ પ્રિય છે. ગુજરાતમાં અવનવી ઘણી ચણાના લોટની વાનગીઓ, ફરસાણ અને નાસ્તા ફેમસ છે, જે નાના-મોટા સૌનાં ફેવરિટ છે. અમે પણ આજે તમને જણાવી રહ્યા છીએ ચણાના લોટની 7 ફેમસ વાનગીઓની રેસિપિ, જેની મજા લૂંટી શકો છો તમે વીકેન્ડમાં તમારા જ રસોડે બનાવી.
ફાફડા-
 
સામગ્રી-
 
-600 ગ્રામ ચણાનો લોટ
-1 ચમચી પાપડ ખાર
-2 ચમચી મરીનો ભૂકો
-હીંગ
-અજમો
-મીઠું
-તેલ
 
રીત-
 
સૌ પ્રથમ ચણાના લોટમાં મરીનો ભૂકો, હીંગ, અજમો અને મીઠું નાંખી ખારાનાં પાણીથી લોટ બાંધી ખૂબ કેળવવો. ત્યાર બાદ સાદા પાટલા પર હાથથી ભાર આપી નાના લુવાને હથેળી થી ભાર આપી લુવાની લાંબી લાંબી પટ્ટીઓ કરવી. આ લાંબી પટ્ટીને સાચવીને ઉપાડી તેલમા તળી લેવી. ફાફડા સાથે જાડી ખાટી કઢી અને કાચા પપૈયાની ચટણી પીરસવી. 

ક્લિક કરો આગળની સ્લાઇડ્સ પર અને જુઓ ચણાના લોટની અન્ય વાનગીઓની રેસિપિ...
(Gujarati Recipes Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Recipes Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Try 7 Famous recipe of Besan For Breakfast
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended