Home »Recipes »Gujarati Recipes» Recipe Of 8 Delicious Traditional Gujarati Dishes

ગુજરાતીઓની દાઢે વળગે છે આ 8 વાનગીઓનો સ્વાદ, બનાવો તમારા રસોડે

divyabhaskar.com | Apr 14, 2017, 08:00 AM IST

 
રેસિપિ ડેસ્ક, અમદાવાદઃ ગુજરાતીઓ જ સ્વભાવે જ ખાવા-પીવાના શોખીન હોય છે. ગુજરાતીઓનાં રસોડાં રોજ-અવનવી વાનગીઓની સુગંધથી મહેકતાં હોય છે. ગુજરાતમાં આવેલ બહારના કોઇપણ લોકો, પછી તે કોઇ મોટી હસ્તી હોય કે, સામાન્ય માણસ, અહીંની વાનગીઓનું દિવાનુ તો બની જ જાય છે. ગુજરાતની આવી જ ટ્રેડિશન વાનગીઓમાંથી 8 ચટાકેદાર વાનગીઓની રેસિપિ જણાવી રહ્યા છીએ અમે પણ. 
 
વટાણા બટાકાના સમોસા
 
સામગ્રી
 
-છ નંગ બટાકા 
-અડધો કપ લીલાં વટાણા
-બે ટીસ્પૂન ધાણાનો પાઉડર
-બે ટીસ્પૂન ગરમ મસાલો
-બે ટીસ્પૂન ખાંડ
-બે ટીસ્પૂન આમચૂર
-બે ટીસ્પૂન આદું-મરચાંની પેસ્ટ
-બે ટીસ્પૂન લાલ મરચાનો પાઉડર
-મીઠું સ્વાદ અનુસાર
 
રીત
 
બટાકાને બાફી તેના નાના ટુકડા કરવા. એક કઢાઇમાં વઘાર માટે તેલ ગરમ કરી તેમાં જીરું સાંતળો. તે પછી તેમાં વટાણા નાંખી થોડી વાર બફાઇ જાય એટલે ધાણા પાઉડર, ગરમ મસાલો, આદું-મરચાંની પેસ્ટ, ખાંડ નાંખી સમારેલા બટાકા નાખવા. તે પછી આમચૂર, મીઠું, મરચું નાખી હળવા હાથે હલાવીને મિકસ કરો. મેંદો અથવા ઘઉંનો લોટ લઇ તેમાં મીઠું, તેલ, અજમો નાખી પૂરી માટેનો લોટ બાંધો. આમાંથી લૂઆ લઇ પૂરી વણી તેમાં વચ્ચે બટાકા-વટાણાનું મિશ્રણ મૂકી સમોસા વાળો. આ સમોસાને ગરમ તેલમાં તળી લો. ગરમા ગરમ સમોસાને મીઠી ચટણી, સોસ કે ફુદીનાની ઠંડી ચટણી સાથે સર્વ કરો.
 
આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો અન્ય સ્વાદિષ્ટ ગુજરાતી વાનગીઓ વિશે...
(Gujarati Recipes Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Recipes Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Recipe of 8 delicious Traditional Gujarati Dishes
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended