Home »Recipes »Gujarati Recipes» Make 9 Type Of Khaman Famous Of Gujarati Dish

નામ માત્રથી મોંમાં પાણી છૂટે તેવાં 9 જાતનાં ખમણ, બનાવો આજે જ

Divyabhaskar.com | Apr 13, 2017, 15:00 PM IST

 
 
રેસિપિ ડેસ્ક, અમદાવાદ: ખમણ, નામ બોલતા કે સાંભળતા જ મોંમાંથી પાણી છૂટી જશે. એમાંય જો વળી જાત-જાતના ખમણની વાત કરીએ તો-તો બસ ખાવાનું જ મન થઈ જાય. તમારી આ ડિમાન્ડ પૂરી કરવા માટે જ આજે અમે તમારી માટે જાત-જાતના 9 પ્રકારના ખમણની રેસિપી લઈને આવ્યા છીએ. જેને જોતાં જ તમારા મોમાંથી પાણી ચોક્કસથી છૂટી જશે અને તમને બનાવવાનું મન થઈ જશે. બસ તો આજે જ બનાવો સુરતના પ્રખ્યાત રસવાળા ખમણની સાથે-સાથે મગની દાળના અને મકાઈના લોટના પણ ખમણ. જલ્દીથી રસોડામાં પહોંચી જાવ અને તૈયારી શરૂ કરો ખમણ માટેની. 
 
 

ખમણ-
 
સામગ્રી- 

-1/2 વાટકી ચણાની દાળ
-1 વાટકી ચણાનો લોટ
-20 ગ્રામ લીલાં મરચા
-5 થી 6 કળી લસણ
-1 નાનો આદુંનો ટુકડો 
-1 ચમચી ખાંડ
-1 ચપટી હળદર
-1 ચમચી દહીં
-1/2 કપ તેલ
-1 ચમચી રાઈ 
-1/4 ચમચી સોડાબાઈકાર્બ
-1/2 ચમચી લીંબૂના ફૂલ
 
રીત-
 
સૌપ્રથમ ચણાની દાળને પાણીમાં બે કલાક સુધી પલાળી રાખો, પછી વાટી લો. વાટેલી દાળમાં એક વાડકી ચણાનો લોટ ભેળવી થોડું પાતળુ મિશ્રણ તૈયાર કરો. હવે દસ નંગ મરચાં, આદું અને લસણની પેસ્ટ બનાવીને ચણાના લોટવાળા મિશ્રણમાં ભેળવી હલાવી લો. ત્યાર બાદ તેમાં ખાંડ, મીઠું, હળદર, એક ચમચી તેલ અને દહીંને આ મિશ્રણમાં ભેળવી લો. હવે આ મિશ્રણને ચારથી પાંચ કલાક સુધી રહેવા દો. જો તમે ઈચ્છો તો તરત પણ બનાવી શકો છો. બનાવતા સમયે તેમાં સોડા અને લીંબૂના ફૂલ નાખી સારી રીતે હલાવો. હવે એક તપેલીમાં બેથી ત્રણ ગ્લાસ પાણી નાખી તેને ગેસ પર મૂકી દો. તેમાં એક ચારણી મૂકી દો. હવે એક થાળીમાં તેલ લગાવી આ મિશ્રણને રેડી આ થાળી ચારણી પર મૂકી દો. તેને ઉપરથી ઢાંકી દો.
પંદર મિનિટ પછી ગેસ બંધ કરી થાળી કાઢી લો. થોડું ઠંડુ થયા પછી તેને ત્રિકોણાકારમાં કાપી લો. એક કઢાઈમાં તેલ ગરમ કરી તેમાં બાકીના મરચા સમારીને નાંખો. એક ચમચી રાઈ અને અડધો કપ પાણી નાખી આ વધારને ખમણ પર નાખી હલાવી લો. સમારેલી કોથમીર નાખી લીલાં ધાણાની ચટણી સાથે પરોસો.

ક્લિક કરો આગળની સ્લાઇડ્સ પર અને જુઓ વિવિધ ખમણની રેસિપિ...
(Gujarati Recipes Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Recipes Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: make 9 type of Khaman famous of Gujarati Dish
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended