Home »Recipes »Diet NRI Recipes» Try These Tasty And Spicy Snacks Recipe At Home

પનીરના આ 6 સ્નેક્સ ખાયને આવી જશે મોમાંથી પાણી, ટ્રાય કરવાનું ચૂકતા નહીં!

divyabhaskar.com | Mar 16, 2017, 00:10 AM IST

 
રેસિપિ ડેસ્ક, અમદાવાદઃ પનીર 'ઓલ ટાઈમ હિટ એન્ડ ફિટ' હોય છે. ભાગ્યે જ કોઈ વ્યક્તિ એવી હશે જેને પનીરની વાનગી ન ભાવતી હોય. અને જો સવારે કે સાંજે નાસ્તામાં પનીરની વાનગી મળી જાય તો તો મજા પડી જાય. આજે અમે તમારી માટે હેલ્ધી એન્ડ ટેસ્ટી પનીરના 6 પ્રકારના સ્નેક્સ લઈને આવ્યા છીએ. જે નાના બાળકોને તો ચોક્કસથી ભાવશે જ, પણ મોટેરાં પણ પોતાની જાતેને રોકી નહીં શકે. પનીરના સ્નેક્સ જોઈને બધાંના મોંમાંથી પાણી છૂટી જશે. તો બસ રાહ શેની જુઓ છો? થઈ જાવ તૈયાર હેલ્ધી અને ટેસ્ટી સ્નેક્સને તમારા રસોડે બનાવવા. આજે જ બનાવીને બાળકોને ખુશ કરો.
 
અચારી પનીર
 
સામગ્રી
 
-એક કપ પનીર ક્યુબ
-એક ચમચી વરિયાળી
-પા ચમચી રાઈ
-પાંચ-છ મેથીના દાણા
-એક ચમચી કલોંજી
-અડધી ચમચી જીરું
-અડધી ચમચી હિંગ
-અડધો કપ ડુંગળીની સ્લાઈસ
-અડધી ચમચી હળદર
-અડધી ચમચી લાલ મરચું પાઉડર
-અડધી ચમચી સંચળ
-પોણો કપ દહીં
-એક ચમચી મેંદો
-ત્રણ ચમચા કોથમીર
-એક ચમચો તેલ
-મીઠું સ્વાદાનુસાર
 
રીત
 
સૌપ્રથમ એક બાઉલમાં રાઈ, જીરું, મેથી, કલોંજી, વરિયાળી અને હિંગ નાખીને બરાબર મિક્સ કરો. હવે એક પેનમાં તેલ ગરમ કરો. ત્યાર બાદ તેમાં બાઉલમાં ભેગા કરેલા દાણા નાખો. જ્યારે રાઈને બીજા દાણા તતડે એટલે તેમાં ડુંગળી નાખીને ધીમા તાપે સાંતળો. ડુંગળી લાઈટ બ્રાઉન રંગની થાય ત્યાં સુધી તેને સાંતળો. ત્યાર બાદ તેમાં પનીર, હળદર, લાલ મરચું પાઉડર અને સંચળ નાખીને બરાબર મિક્સ કરી લો. હવે તેમાં દહીં નાખીને તેના પર મેંદો છાંટીને બરાબર મિક્સ કરી લો. ત્યાર બાદ તેમાં કોથમીર અને મીઠું નાખીને બરાબર મિક્સ કર્યા બાદ તેને ચઢવા દો. ગરમાગરમ અચારી પનીર સર્વ કરો.
 
આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો પનીરના અન્ય હેલ્ધી અને ટેસ્ટી સ્નેક્સની રેસિપિ...
(Diet NRI Recipes Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Recipes Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: try these tasty and spicy snacks recipe at home
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended