Home »Recipes »Diet NRI Recipes» 7 Healthy And Testy Drinks And Sharbat For Summer

ઉનાળામાં ચોક્કસથી માણો આ 7 ટેસ્ટી અને હેલ્ધી પીણાંનો સ્વાદ

divyabhaskar.com | Apr 18, 2017, 12:39 PM IST

 
 
રેસિપિ ડેસ્ક, અમદાવાદ:જેમ-જેમ ગરમીનો પારો વધતો જાય છે તેમ-તેમ લોકો કંટાળી રહ્યાં છે. આટલી ગરમીમાં તો જમવા કરતાં તો ઠંડાં-પીણાં, શરબત અને મિલ્ક શેક પીવાનું જ મન થાય છે. જોકે આ બધામાં એવું શું લેવું જે હેલ્થને નુકશાન તો ના જ કરે પણ ફાયદા પણ બહુ આપે, એ સવાલ બધાને સતાવતો જ હોય છે. એટલે જ અમે તમારા માટે લાવ્યા છીએ 7 દેશી પીણાંની રેસિપિ, જેને આટલી ગરમીમાં રોજ પીવાથી ચોક્કસથી થશે અઢળક ફાયદા. તો આજે જ બનાવો હેલ્થ માટે બેસ્ટ એવા દેશી સમર બૂસ્ટર.
 
 

ગુલાબનું શરબત-
 
બળબળતી બપોરે ગુલાબનું શરબત દિલ અને દિમાગને ઠંડક તો પહોંચાડે છે. બજારમાં ગુલાબ મોટા પ્રમાણમાં મળી રહે છે અને આ જ સીઝન છે ગુલકંદ અને ગુલાબનું શરબત બનાવવાની. શરબત અથવા તો ગુલકંદ બનાવવા માટે કલ્ચર્ડ ગુલાબની સરખામણીએ જંગલી ગુલાબ વધુ યોગ્ય છે.
 
સામગ્રી-
 
-30 નંગ લાલ ગુલાબનાં ફૂલ 
-1 નંગ કાકડી
-20 થી 25 તુલસીનાં પાન
-20 થી 25 ફુદીનાનાં પાન
-1 મોટી ચમચી બારીક સમારેલી કોથમીર
-5 થી 6 નંગ ઈલાયચી
-1 કિલો ખાંડ
-4 નંગ લીંબુ
 
રીત-
 
સૌપ્રથમ ગુલાબની પાંખડીને સારી રીતે ધોઈને સાફ કરી લો. અને એને સુકાવવા મૂકીને વધારાનું પાણી કાઢી નાખો. એક કાપડની મદદથી ગુલાબની પાંદડીઓ પરનું વધારાનું પાણી લૂછી નાખો. એક કપ પાણી ઉકાળો. પાણી હૂંફાળું થાય એટલે મિક્સરમાં ગુલાબની પાંખડી સાથે નાખીને પીસી લો. કાકડીને ધોઈ, છાલ કાઢીને નાના-નાના ટુકડામાં સમારી લો અને તેમાં તુલસી, કોથમીર અને ફુદીનાનાં પાન મિક્સ કરીને બારીક પીસી લો. પીસેલા મિશ્રણને એક કપ પાણી સાથે ઊકળવા માટે મૂકી દો. મિશ્રણ ઊકળવા લાગે ત્યાર પછી ત્રણથી ચાર મિનિટ ઊકળવા દો. ગેસ બંધ કરીને મિશ્રણ ઠંડું પડે એટલે ગાળીને એક પ્યાલામાં કાઢી લો. ત્યાર બાદ ૬૦૦ ગ્રામ ખાંડને એક તપેલીમાં કાઢીને એક કપ પાણીમાં મિક્સ કરો અને ઊકળવા માટે મૂકો. એકથી બે મિનિટ ઊકળ્યા બાદ ગેસ બંધ કરીને ચાસણીને ઠંડી પડવા દો. બાકી રહેલી ખાંડને ઈલાયચી નાખીને પીસી લો. એક પ્યાલામાં લીંબુનો રસ કાઢી લો. ખાંડની ચાસણીમાં ગુલાબની પાંખડીઓનો રસ, કાકડી વગેરે મિશ્રણનો રસ અને લીંબુ મિક્સ કરો. પીસેલી ખાંડ પણ આ ચાસણીમાં નાખીને મિક્સ કરો. આ શરબતને ચારથી પાંચ કલાક સુધી ઢાંકીને મૂકી રાખો, જેથી બધા સ્વાદ બરાબર એક રસ થઈ જાય. જ્યારે પણ ઉપયોગમાં લેવું હોય ત્યારે એક ગ્લાસ ઠંડા પાણીમાં બે મોટી ચમચી સિરપ નાખો. તૈયાર છે તમારું ગુલાબનું શરબત.

ક્લિક કરો આગળની સ્લાઇડ્સ પર અને જુઓ અન્ય ઉનાળુ પીણાંની રેસિપિ....
(Diet NRI Recipes Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Recipes Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: 7 Healthy and Testy drinks and sharbat for summer
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended