Home »NRG »USA» Writer Rekha Patel's Two Book Launch In Gujarati Language

ગુજરાતી ભાષામાં લખાયેલા રેખા પટેલના બે પુસ્તકો પ્રકાશિત, લોકાર્પણ કાર્યક્રમ યોજાયો

divyabhaskar.com | Oct 17, 2016, 15:12 PM IST

ડેલાવર:છેલ્લા 24 વર્ષથી અમેરિકાના ડેલાવર સ્ટેટમાં રહેતા રેખા પટેલના ગુજરાતી ભાષામાં લખાયેલા ‘લાગણીઓનો ચક્રવાત’ અને ‘લીટલ ડ્રીમ્સ’ બે પુસ્તકો તાજેતરમાં પ્રકાશિત થયા છે. રેખાબેન અને તેમના પતિ વિનોદ પટેલના ડેલાવર ખાતેના ઘરે આ બંને પુસ્તકોનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં વિજયભાઈ ઠક્કર, સુચીબેન વ્યાસ, ગીરીષભાઈ વ્યાસ, અમેરિકામાં ગુર્જરી ચલાવતા કિશોરભાઈ દેસાઈ અને રાજેશભાઈ હાજર રહ્યાં હતા.

ડાયાસ્પોરા લેખકોમાં આગવું સ્થાન ધરાવતા રેખા પટેલના ટુકી વાર્તાઓના પુસ્તક ‘લીટલ ડ્રીમ્સ’ને ખ્યાતનામ કવિયત્રી પન્નાબેન નાયકના હસ્તે જ્યારે નવલકથા ‘લાગણીઓનો ચક્રવાત’નું નોર્થ અમેરિકાની ગુજરાતી એકેડમીના પ્રમુખ રામભાઈ ગઢવીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

રેખા પટેલ સારા વાર્તાકાર હોવાની સાથે કવિતાઓ પણ સુંદર રીતે લખી જાણે છે. તેમની આ વિશેષતાના કારણે વાર્તાઓમાં અલગ પ્રકારની સંવેદના જોવા મળે છે. આ બંને પુસ્તકો ગાર્ડી રિસર્ચ ઈન્સ્ટિટ્યુટ ફોર ડાયસ્પોરા સ્ટડીઝની દેખરેખ હેઠળ તૈયાર થયા છે. રેખા પટેલની મોટાભાગની વાર્તાઓ વાસ્તવિકતાને આધારે લખાયેલી હોય છે.
(USA Gujarati News) સાથે જોડાયેલા અન્ય (NRG Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Writer Rekha Patel's Two Book launch in Gujarati Language
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended