Home »NRG »USA» About White House Deputy Accistant Indian American Raj Shah

આ ગુજરાતીનું કહ્યું કરશે અમેરિકાના નવા પ્રેસિડેન્ટ, જાણો કોણ છે રાજ શાહ

divyabhaskar.com | Jan 06, 2017, 10:13 AM IST

  • રાજ શાહ
અમેરિકાઃ અમેરિકાના નવા પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પની જીત માટે હિલેરી ક્લિન્ટન વિરોધી અભિયાનમાં મહત્વનો રોલ અદા કરનાર 30 વર્ષીય યુવા ગુજરાતી રાજ શાહને વ્હાઈટ હાઉસ ટીમમાં એક મહત્વનું પદ પર નિયુક્ત કરવામાં આવ્યા છે. રાજીવ હાલ રિપબ્લિકન નેશનલ કમિટિમાં રિસર્ચ હેડ તરીકે કાર્યરત છે. શાહના માતા-પિતા મૂળ ગુજરાતી છે. રાજીવના પિતા 1960ના દાયકામાં ઉચ્ચ શિક્ષણ માટે ગુજરાતથી અમેરિકા ગયા હતા. ટ્રમ્પ 20 જાન્યુઆરીએ અમેરિકાના પ્રેસિડેન્ટ તરીકે શપથ ગ્રહણ કરશે. 
 
કોણ છે રાજ શાહ?

- ન્યૂઝ એજન્સીના જણાવ્યા પ્રમાણે ટ્રમ્પની ટ્રમ્પની ટ્રાંઝિશન ટીમ તરફથી નિવેદન જાહેર કરવામાં આવ્યું છે.
- જેમાં શાહને ડેપ્યુટી આસિસ્ટન્ટ ટુ ધ પ્રેસિડેન્ટ, ડેપ્યુટી કોમ્યુનિકેશન ડાયરેક્ટર અને રિસર્ચ ડાયરેક્ટર બનાવવામાં આવ્યા છે.
- શાહની ટીમના અન્ય મેમ્બર્સની સાથે ટ્રમ્પનના એજન્ડાને લાગુ કરવામાં મદદ કરશે.
- શાહ શિકાગોમાં રહે છે અને તેમનો જન્મ પણ અહીં જ થયો હતો.
- શાહના પેરેન્ટ્સ મૂળ ગુજરાતના છે અને વર્ષોથી અમેરિકામાં જ રહે છે.
 
11 જાન્યુઆરીએ પ્રેસ કોન્ફ્રેન્સ કરશે ટ્રમ્પ
 
- 20 જાન્યુઆરીએ 8 વર્ષથી રાષ્ટ્રપતિ રહેલા બરાક ઓબામા રિપબ્લિકન ઉમેદવાર ટ્રમ્પને પદ સોંપશે.
- ટ્રમ્પે કહ્યું કે તેઓ 11 જાન્યુઆરીએ ન્યૂયોર્કમાં પ્રેસ કોન્ફ્રેન્સ કરશે. આ કોન્ફ્રેન્સ અગાઉ 15 ડિસેમ્બરે યોજાનાર હતી.
- ઇલિનૉઈસના સાંસદપદે ચૂંટાયેલા રાજા કૃષ્ણમૂર્તિ નીચલા ગૃહમાં ગીતા પર હાથ મૂકીને શપથ લેનારા બીજી વ્યક્તિ બની ગયા. 
- આ અગાઉ પ્રથમ હિન્દુ સાંસદ તુલસી ગબાર્ડે ગીતા પર હાથ મૂકીને શપથ લીધા હતા.
 
કમલા હેરિસ સહિત 5 મૂળ ભારતીયોએ શપથ લીધા
 
અમેરિકાની વસતીમાં માત્ર એક ટકો હોવા છતાં ઇતિહાસ રચતાં પાંચ ભારતીય અમેરિકીઓએ કોંગ્રેસ (અમેરિકી સંસદ)ના સભ્ય તરીકે શપથ લીધા છે. તેમને ઉપરાષ્ટ્રપતિ જો બિડેને શપથ લેવડાવ્યા હતા. કેલિફોર્નિયાથી ચૂંટાયેલા કમલા હેરિસ (52) પ્રથમ મૂળ ભારતીય સેનેટર બન્યાં છે. અન્ય 4 મૂળ ભારતીયોએ સંસદના નીચલા ગૃહ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સના સભ્ય તરીકે શપથ લીધા, જેમાં અમી બેરા (51), રો ખન્ના (40), રાજા કૃષ્ણમૂર્તિ (42) અને પ્રમિલા જયપાલ (51)નો સમાવેશ થાય છે. અમી બેરાએ સતત ત્રીજી વખત ચૂંટાવાના દલીપસિંહ સૌંધના રેકોર્ડની બરાબરી કરી જ્યારે પ્રમિલા નીચલા ગૃહની સભ્ય બનેલી ભારતીય મૂળની પ્રથમ મહિલા છે.
 
આગળ વાંચોઃ કોણ છે મહત્વના પદે નિયુક્ત થયેલા અન્ય રાજ શાહ....
(USA Gujarati News) સાથે જોડાયેલા અન્ય (NRG Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: About White House Deputy Accistant Indian American Raj Shah
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended