Home »NRG »USA» OMG: Check Out How Many Rupees Gujarati Get By Doing Labor Work In America

અમેરિકામાં ફિલ્ડ વર્ક ના મળતા ગુજરાતીઓને કરવું પડે છે કેવું કામ? મળે છે કેટલા ડૉલર?

divyabhaskar.com | Aug 04, 2016, 15:50 PM IST

અમદાવાદ:ગુજરાતીઓમાં 'અમેરિકન ડ્રીમ' નવી વાત નથી. ઘણાં ગુજરાતીઓ કોઈ પણ ભોગે અમેરિકામાં સેટલ થઈ પૈસા કમાવવાનું સ્વપ્ન જોતા હોય છે. જોકે, ગાડરિયા પ્રવાહમાં ઘણાં લોકો છેતરાઈ પણ જાય છે. વતનમાં સારી નોકરી છોડીને યુએસમાં વિઝા મેળવી સેટલ થયા બાદ વાસ્તવિકતાની ખબર પડે છે.  ભારતની ડિગ્રી હોવા છતાં પ્રોફેશનલ્સે અમેરિકાની ઈન્સ્ટિટ્યૂટની એક્ઝામ પાસ કરવી જરૂરી છે. ડૉક્ટર કે સીએ સહિતના ઘણાં હાઈલી ગુજરાતી પ્રોફેશનલ્સ અમેરિકામાં એક્ઝામ પાસ કરી શકતા નથી, એટલે તેમને પોતાના પ્રોફેશન સિવાયનું છૂટક લેબર કામ કરવું પડે છે. જ્યારે સ્ટુડન્ટે કોર્સ પૂરો થઈ ગયા બાદ અમુક સમયમાં કોઈ ફિલ્ડ વર્ક શોધી લેવું ફરજિયાત હોય છે નહીંતર તેઓ ત્યાં સેટલ થઈ શકતા નથી. સ્ટુડન્ટ અભ્યાસ દરમિયાન કે બાદના અમુક સમય સુધી છૂટક કામ કરીને ગુજરાન ચલાવતા હોય છે. 

નોંધનીય છે કે અમેરિકામાં કાયદેસર રહેતા ગ્રીનકાર્ડ ધારકો ગમે તેટલા કલાક કામ કરી શકે છે. જ્યારે ઈન્ટરનેશનલ સ્ટુડન્ટ સોમવારથી શુક્રવાર સુધી એક વિકમાં મેક્સિમમ 20 કલાક જ કામ કરી શકે છે. શનિ-રવિ ગમે તેટલા કલાકો કામ કરવાની છૂટ હોય છે. જ્યારે અમેરિકામાં ગેરકાયદેસર રહેતા લોકોને કાયદેસર રહેતાં લોકો કરતાં ઓછા ડૉલરમાં કામ કરવું પડે છે. 

ગુજરાતીઓ મોટે ભાગે બેબી સીટર કે ગેસ સ્ટેશન, વોલ માર્ટ, સબ-વેમાં વર્કરનું લેબર કામ કરતા હોય છે. જેમને કલાક પ્રમાણે ડૉલરમાં વેતન મળે છે. સરેરાશ ભારતીયો 8-10 કલાક કામ કરતા હોય છે. જોકે આ વેતનને રૂપિયામાં કન્વર્ટ કરીએ તો ખૂબ જ મોટી રકમ થાય છે. 

(આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરીને વાંચો, ગુજરાતીઓને અમેરિકામાં કયા લેબર કામના કેટલાં રૂપિયા મળે છે?)
(USA Gujarati News) સાથે જોડાયેલા અન્ય (NRG Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: OMG: Check out how many rupees Gujarati get by doing Labor work in America
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended