Home »NRG »USA» Visa Immigration Solution By Expert Ramesh Raval

અમેરિકાના સ્ટુડન્ટ વિઝા માટે જરૂરી છે આ ડોક્યુમેન્ટ, જાણો ફી અને પ્રોસેસ

Ramesh Raval | May 05, 2017, 15:46 PM IST

  • તમામ તસવીરોનો ઉપયોગ માત્ર પ્રસ્તુતિકરણ માટે છે
સવાલ:અમેરિકાના વિઝા માટે એપ્લાય કરવું છે તો કયાં ડોક્યુમેન્ટ્સ જોઈએ અને કેટલી ફી થાય? ક્યાં એપ્લાય કરવું પડે? લાંબા સમય સુધી એપ્લાય કરવું જોઈએ? અમેરિકામાં મારાં કોઈ સગાં રહેતાં નથી તો વિઝા મળે ખરા?

જવાબ:જો વિઝિટર વિઝા લેવા હોય તો હાલમાં વિઝિટર વિઝાની ફી 160 ડોલર છે અને જેમાં કોઈ ડોક્યુમેન્ટ્સની જરૂર નથી. સ્ટુડન્ટ વિઝાની ફી 160 ડોલર છે. અમેરિકામાં તમારાં સગાં રહેતાં હોય તેની પણ જરૂર નથી. જો સ્ટુડન્ટ વિઝા લેવા હોય તો અમેરિકાની કોલેજ કે યુનિવર્સિટીમાં એપ્લાય કરી એડમિશન લઈ I-20 મેળવવું જરૂરી છે. સ્ટુડન્ટ વિઝા માટે કોલેજ કે યુનિવર્સિટીની જે ફી હોય તેની વ્યવસ્થા કરવી પડે. વિઝિટર વિઝાને B-1 અને B-2 કહેવાય છે જ્યારે સ્ટુડન્ટ વિઝાને F-1 કહેવાય છે. સ્ટુડન્ટ વિઝા માટે ડોક્યુમેન્ટ્સ જરૂરી છે.

સવાલ : અમેરિકા માટે સ્ટુડન્ટ વિઝા જોઈતો હોય તો શું ILES અથવા બીજી કોઈ એક્ઝામ આપવી પડે? તેના વગર સ્ટુડન્ટ વિઝા મળી શકે?

જવાબ:અમેરિકામાં સ્ટડી કરવા માટે ઈંગ્લિશ મીડિયમ છે, ગુજરાતી નહીં. તમારે અમેરિકામાં સ્ટડી કરવો હોય તો ઈંગ્લિશની પરીક્ષા આપવી જરૂરી છે.

(આગળ વાંચો વિઝા, ગ્રીનકાર્ડ અને ઓસ્ટ્રેલિયા પીઆર અંગેના વધુ સવાલ-જવાબ)
(USA Gujarati News) સાથે જોડાયેલા અન્ય (NRG Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Visa Immigration Solution By Expert Ramesh Raval
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended