Home »NRG »USA» USA Readers Tour Diary Visit Hawaii State And It Has Many Islands

ખૂબ જ રોમેન્ટિક છે આ ટાપુ, લાઈવ જ્વાળામુખી આ જગ્યાનું મુખ્ય આકર્ષણ

divyabhaskar.com | Feb 26, 2017, 16:50 PM IST

  • Honolulu ત્યાંનું સૌથી લોકપ્રિય ટાપુ છે
(ન્યુયોર્કમાં રહેતા અમારા વાંચક તુષાર પટેલે પોતાની પ્રવાસ ડાયરી અમને મોકલી છે. આણંદ જીલ્લાના અડાસ ગામથી અમેરિકા સ્થાયી થયેલ તુષાર વિશ્વ સૌથી મોટી એરલાઇન United Airlinesમાં ફ્લાઇટ લીડર તરીકે કામ કરે છે. તેણે ન્યુયોર્ક સિટી યુનિવર્સિટીમાંથી એવિએશન એડમિનિસ્ટ્રેશનમાં માસ્ટર્સનો અભ્યાસ કર્યો છે. અહીં અમે તેની પ્રવાસ ડાયરી જણાવી રહ્યા છીએ.)
 
અમેરિકાઃતુષાર પટેલે અમેરિકામાં આવેલા Hawaii ટાપુની મુલાકાત લીધી હતી, અહીં રજુ કરી રહ્યા છીએ તેમની પ્રવાસ ડાયરી
 
Hawaii સ્થળેથી કરી પ્રવાસની શરૂઆત

સુંદર સ્થળ Hawaii સાથે તેના પ્રવાસથી શરૂઆત થઈ હતી. ઘણાં લોકોને લાગે હવાઈ એક સ્થળ છે પણ એક રાજ્ય છે અને તેને પોતાના ઘણા ટાપુઓ છે. Honolulu ત્યાંનું સૌથી લોકપ્રિય ટાપુ છે ત્યારબાદ Maui ટાપુ બીજા નંબરે છે. આ સિવાય Hilo, kona અને Lihue નદીઓના વિસ્તાર છે. Honolulu તેના સ્વચ્છ અને સુંદર બીચ સહિત પ્રવાસીને શોપિંગ કરવા માટે ઘણું લોકપ્રિય છે. Hawaii એક ટાપુ છે જેથી તમારે અહીંયા દરેક વસ્તુના વધારે પૈસા ચૂકવવા પડશે કારણ કે Hawaiiમાં તમામ લોકો વસ્તુઓ ઈમ્પોર્ટ કરતા હોય છે. થોડું મોંઘુ લાગે પણ ખરેખર બહુ જ રમણીય જગ્યા છે. અહીંયા મોટા ભાગે વ્હાઈટ, એશિયન(ચીન અને જાપાન) પ્રવાસીઓ આવે છે. મને હંમેશા આશ્ચર્ય થાય છે કે ભારત બીજા સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ છે પણ મેં જોયું અહીંયા Hawaiiમાં ભારતીયો નથી. 
 
Honolulu સ્વચ્છ અને સુંદર બીચ માટે છે લાકપ્રિય

એટલે હું જે વાતથી શરૂઆત કરું છું તે સ્થળ પ્રવાસીઓને શું આપે છે. Honolulu અમેઝિંગ અને ત્યાં સ્થાનિક બીચ સહિત ઘણા બીચ છે. ત્યાં ખરીદી માટે એક લાંબુ સ્ટ્રીપ છે અને તમે તેની બહાર પણ ઘણા સ્ટોર શોધી શકો છો. બાદમાં Honoluluમાં આવેલો પર્વત ડાયમંડ હિલ ઘણો લોકપ્રિય છે અને તમે ત્યા કાર દ્વારા અડધા માર્ગ સુધી જઈ શકો છો. 6000 પગથિયા ચઢીને તમે આખા Honoluluનો રમણીય નજારો નિહાળી શકો છો, જે એક ખુબ જ સુંદર નજારો હોય છે.
 
Nunepali Highwa છે સમુદ્રની સપાટીથી ઘણો ઉંચો

Honoluluનો Highway 61 Nunepali Highway મને સૌથી સુંદર અને સૌથી અમેઝિંગ સ્થળ લાગે છે. આ માર્ગે જતા ઘણા સ્થાનિક બીચનો નજારો જોઈ શકો છો, પરંતુ આ માર્ગે જો તમે તમારી કાર કોઈ રહેણાંક વિસ્તારમાં પાર્ક કરી તો તેને નુકશાન પહોંચવાનો ભય રહે છે કારણ કે, સ્થાનિક લોકોને કોઈ ત્યાના લોકલ બીચ પર આવે તે પસંદ હોતું નથી. જો તમે ખુલ્લી ગાડી ભાડે કરીને જાવ તો તમને આ માર્ગ પર નયનરમ્ય નજારો જોવા મળે છે. અહીંયા ઘણા પર્વતો છે અને આ હાઈવે સમુદ્રની સપાટીથી ઘણો ઉંચો બનાવવામાં આવ્યો છે જેથી તમે Honoluluના સુંદર દૃશ્યો નિહાળી શકો છે. ત્યાં એક જગ્યા છે, તેને Nunepali પાર્ક તરીકે ઓળખાય છે. ઐતિહાસિક વૃક્ષોથી સજ્જ થયેલા આ પાર્કનો પોતાનો એક અલગ જ નજારો છે.  આ સ્થળ તેના યુદ્ધ માટે પણ જાણીતું છે જ્યાં 3000 સૈનિકોને ટોચ પરથી ફેંકીને તેમની હત્યા કરવામાં આવી હતી.
 
પર્લ હાર્બરઃ જાપાને USAના 500 સૈનિકોની કરી હતી હત્યા

Hawaii માં અન્ય એક સ્થળ ખુબ જ લોકપ્રિય છે અને તેની બધાને ખબર છે. તેનું નામ છે પર્લ હાર્બર. જ્યાં જાપાને યુએસએના 500 સૈનિકોને મોતને ઘાટ ઉતાર્યા હતા અને તેમનું કબ્રસ્તાન Honoluluના મધ્યમાં પંચ બાઉલ ખાતે બનાવવામાં આવ્યું હતું. તમે જ્યારે આ સ્થળની મુલાકાત લો ત્યારે ખરેખર ઉદાસ થઈ જાવ છો કારણ કે જે લોકોની હત્યા કરવામાં આવી તેઓની ઉંમર અંદાજે 19થી23 વર્ષની વચ્ચે હતી. જો કે, ત્યારબાદ અમેરિકાએ જાપાન પર બે અણુ બોમ્બ ફેંક્યા હતા જેમાં જાપાનના 250000 લોકો માર્યા ગયા હતા જે ઈતિહાસમાં વર્ણવાયેલું છે.
 
Maui છે સુંદર જગ્યા, ધરાવે છે સ્વચ્છ અને અમેઝિંગ બીચ

Maui ખૂબ જ સુંદર જગ્યા છે અને ત્યાં પણ સ્વચ્છ અને અમેઝિંગ બીચ આવેલા છે. તેથી તે યુગલો માટે રોમાન્ટિક સ્થળ તરીકે ઓળખાય છે. હેલિકોપ્ટર રાઇડર્સ આ વિસ્તારમાં ખૂબ જ પ્રખ્યાત છે. કેટલાક અમેઝિંગ હેલિકોપ્ટરની સવારી અહીંયા કરતા જોવા મળે છે. હેલિકોપ્ટરમાં બેસવા માટે વ્યક્તિ દીઠ પ્રતિ કલાક 400 ડોલરનો ચાર્જ ચૂકવવો પડે છે. તેઓ તમને લાઈવ જ્વાળામુખી સહિત કેટલાક આકર્ષક સ્થળો ઉપરથી બતાવે છે.
 
Lihue: જુરાસિક પાર્ક વન અને ટુનું થયું છે શૂટિંગ

Lihue જગ્યા છે જ્યાં જુરાસિક પાર્ક વન અને ટુનું શૂટિંગ કરવામાં આવ્યું છે. જો તમે ફિલ્મ જોઈ હોય તો તેમાં મોટા ભાગના દ્રશ્યો park de Lihueના છે. Lihueમાં પણ સુંદર અને સ્વચ્છ બીચ આવેલા છે અને અહીંયા Hawaii કરતા ઘણા ઓછા પ્રવાસીઓ આવતા હોય છે. તેથી આ વિસ્તાર ઘણો સારો છે જો તમે પર્સનલ સમય પસાર કરવા માંગતા હોવ.
 
આગળ જુઓઃ કપલે કેવી રીતે એન્જોય કરી પોતાની ટ્રીપ...
 
(USA Gujarati News) સાથે જોડાયેલા અન્ય (NRG Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: USA readers tour diary visit Hawaii state and it has many islands
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended