Home »NRG »USA» Usa Gujarats Tahuko Event In Houston By Kalakunj Sanstha

USA: કલાકુંજ સંસ્થા દ્વારા હ્યુસ્ટનમાં 'ગુજરાતનો ટહુકો', ગૂંજી ઉઠ્યું સિવિક સેન્ટર

divyabhaskar.com | May 21, 2017, 17:44 PM IST

અમેરિકાઃ6 મે  શનિવારની સાંજ ગુજરાતના વિવિધ ટહુકાઓથી હ્યુસ્ટનના ‘સ્ટેફર્ડ સિવિક સેન્ટર’ના હોલમાં, લગભગ એક હજાર પ્રેક્ષકોની હાજરીમાં, ગૂંજી ઉઠી હતી. ગુજરાતના સ્થાપના દિનની ઉજવણી નિમિત્તે ‘કલાકુંજ’ નામની સંસ્થાએ તેના આદ્યસ્થાપક મુકુંદ ગાંધી, પ્રેસિડેન્ટ રસેશ દલાલ, વાઇસ પ્રેસિડેન્ટ ઉમા નગરશેઠ, સેક્રેટરી વિનય વોરા, ડાયરેક્ટર યોગીના પટેલ અને હ્યુસ્ટનના યુવાન કલાકારોના સહયોગથી કલાનો એક ભવ્ય કાર્યક્રમ પ્રસ્તૂત કર્યો હતો.
 
આવો રહ્યો કાર્યક્રમનો માહોલ

સંસ્થાના પ્રેસિડેન્ટ અને કાર્યક્રમના સંચાલક રસેશ દલાલે ટહુકાના રંગીન મિજાજમાં આવકાર-પ્રવચન કર્યું હતું. કાર્યક્રમનો શુભ આરંભ પુરુષોત્તમભાઈ ઉપાધ્યાયના સ્વરમાં ગવાયેલ પ્રાર્થનાથી થઈ. તે પછી ‘ગુજરાત દર્શન’ નામે એક વિડીયો-પ્રેઝન્ટેશન સ્ક્રીન પર દર્શાવવામાં આવેલ અને ત્યારબાદ ગીત-સંગીતની રમઝટ શરુ થઈ. અલ્પા શાહ, હેમંત દવે, ડોક્ટર ઓમકાર દવે, દિપ્તીબેન દવે, અને શશાંક ત્રિવેદીના ગ્રુપે, પોતાના સુમધુર કંઠ અને વાજિંત્રો સાથે ગીતોથી ડોલાવીને, પ્રેક્ષકોને રંગમાં લાવી દીધા હતા. ‘પંખીઓએ કલશોર કર્યો’, ‘હરિ, તું ગાડુ મારુ’,’શ્યામ તમે વાંસળીના સુર..’ ‘તને જાતા જોઇ પનઘટની વાટે’, અને ‘ચગડોળ ચાલે’ ,‘હુતૂતૂતૂ...’ જેવા સદાબહાર ગીતોની રમઝટે પ્રેક્ષકગૄહમાં સંગીતનો એક માહોલ ઉભો કરી દીધો.ઓમકાર દવે અને હેમંત દવેના કંઠે રજૂ થયેલ ગીત 'હુતૂતૂતૂ'એ પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કરી મૂક્યા હતા.આ ગીત-સંગીતના કાર્યક્રમનું સંચાલન અલ્પાબેન શાહનું હતું. 
 
ગુજરાતી ગરબાની બોલી રમઝટ

ત્યારબાદ કેટલાક ગરબા રજૂ થયા. ગુજરાતના સાંસ્કૃતિક એમ્બેસેડર ગણાતા ઉમા નગરશેઠના દિગ્દર્શનમાં એક ગરબો ‘ખમ્મા ખમ્મા’ રજૂ થયો. કુ. હંસિની વ્યાસ દિગ્દર્શિત એક ગરબો ‘મોર બની થનગનાટ કરે’, મનીષા વ્યાસ દ્વારા રજૂ થયેલ ‘દૂધે ભરી તલાવડી’, માસ્ટરજી ઇન્દ્રવદન ત્રિવેદી  અને ભદ્રેશ પટેલના નેજા હેઠળ રજૂ થયેલ ‘ લીલી લેમડી રે’ પ્રેક્ષકોને ખુબ પસંદ પડ્યો. રાણા અને અમી જૈન ગ્રુપનો ગરબો ‘નદીકિનારે નાળિયેરી’ પણ ખુબ વખણાયો હતો. છેલ્લે રજૂ થયેલ ‘ભાષા મારી ગુજરાત છે’ માં  હ્યુસ્ટનના ઘણાં જાણીતા ચહેરાઓને સ્ટેજ પર વિવિધ વેષભુષામાં રજૂ કરીને એકદમ ફાસ્ટ મોશનમાં રજૂ કરવામા આવેલ કાર્યક્રમને તો વન્સમોર મળ્યો હતો. વિવિધ વય-ગ્રુપમાં રજૂ થયેલાં બધાં જ ગરબામાં કલાની નજાકત માણવા મળી.
 
 
આગળ વાંચોઃ કાવ્યો, ગઝલો, ટુચકાથી કરાયું પ્રેક્ષકોનું મનોરંજન
(USA Gujarati News) સાથે જોડાયેલા અન્ય (NRG Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: usa Gujarats tahuko event in Houston by kalakunj sanstha
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended