Home »NRG »USA» USA At Age Of 109 Year Diwaliben Fighting To Get Better

અમેરિકામાં 109 વર્ષના ગુજરાતી દાદીમાનું વર્કઆઉટ, યુવાનોને પણ આવશે શરમ

divyabhaskar.com | May 03, 2017, 15:24 PM IST

  • 109 વર્ષની આ રીતે વર્કઆઉટ કરે છે દિવાળીબેન
અમેરિકાઃકોઈક વ્યક્તિ ચાલીસ-પચાસ વર્ષની ઉંમરે પણ વૃદ્ધ જેવી દેખાવા લાગે તો કોઈક વ્યક્તિ 80 વર્ષે પણ તંદુરસ્ત હોય છે. અમુક લોકો માટે તેમની ઉંમર માત્ર એક આંકડાથી વધારે કંઇ જ નથી હોતી. તેઓ ગમે તે ઉંમરે ગમે તે કામ કરવા માટે સક્ષમ હોય છે અને છેલ્લા સમય સુધી શૂરવીર લડવૈયાની જેમ જીવે છે. તેવા જ એક 109 વર્ષની ઉંમરના ગુજરાતી માજીની વાત અમે કરી રહ્યા છીએ. અમેરિકામાં પરિવાર સાથે રહેતા દિવાળીબેન પટેલની તંદુરસ્તી આજે યુવાનોને શરમાવે તેવી છે. તેઓ આજે પણ વર્કઆઉટ કરતા જોવા મળે છે. અમેરિકાના બિઝનેસમેન નિક પટેલે તેમના દાદીના સ્વાસ્થ્ય અંગે divyabhaskar.com સાથે વાતચીત કરી હતી.
 
ગુજરાતમાં 10 હજારથી પણ ઓછી વસ્તી ધરાવતા ગામમાં દીવાળીબેનનો જન્મ થયો હતો. ઉતરસંડામાં ખેતીનું કામ કરતા 109 વર્ષીય દીવાળીબેન પટેલ આજે તેમના પરિવાર સાથે અમેરિકામાં રહે છે. અહીંયા દીવાળીબેનના સ્વાસ્થ્યની કાળજી રાખવા માટે રોઝ મેરી અને રમીલાબેન સતત તેમની પાસે હાજર હોય છે. દીવાળીબેને તેમના જીવનના 109 વર્ષની સફરમાં બળદ ગાડાથી માંડીને રેન્જ રોવર્સ તથા પ્લેનથી માંડીને પગપાળાનો પ્રવાસ માણ્યો છે. પરિવારના લોકો દાદીને હંમેશા પ્રેરણાસ્ત્રોત માને છે. તેઓ દરરોજે સવારે વર્કઆઉટ કરીને દિવસની શરૂઆત કરે છે.
 
17 વર્ષની ઉંમરે અમેરિકા સેટલ થવા ગયેલા નિક પટેલ આજે અમેરિકામાં સલૂનની મોટી ચેઈન ધરાવે છે. નિક પટેલે વાતચીત દરમિયાન જણાવ્યું કે, 'અમેરિકામાં સેટલ થયા બાદ તેમના માતા-પિતા તથા દાદી અમેરિકામાં સ્થાયી થયા હતા. તેમના દાદીની 109 વર્ષની જર્ની અમેઝિંગ છે અને તે કાયમ અમને પ્રેરણા આપે છે. 
 
આગળ જૂઓ, દિવાળીબેનની વધુ તસવીરો...
(USA Gujarati News) સાથે જોડાયેલા અન્ય (NRG Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: USA At age of 109 year Diwaliben fighting to get better
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended