Home »NRG »USA» USA 26 Year Old Indian American Man Missing In Boston

અમેરિકાના બોસ્ટનમાંથી ભારતીય યુવક ગુમ, બીજા દિવસે મળી આવી કાર

divyabhaskar.com | May 17, 2017, 15:28 PM IST

અમેરિકા:બોસ્ટનમાં એક 26 વર્ષીય ભારતીય-અમેરિકન યુવક ગુમ થયો હોવાનો મામલો સામે આવ્યો છે. રામ જયાકુમારને શુક્રવારે છેલ્લે બોસ્ટન સ્ટ્રીટ પર કાર પાર્ક કરતા જોવા મળ્યો હતો. લેગ્ઝિંગટન પોલીસ પ્રમાણે, જયાકુમારના માતા-પિતાએ ફરિયાદ કરી છે. આ વિશે પોલીસે લોકોને આગ્રહ કર્યો છે કે રામ જયાકુમાર વિશે કોઈની પાસે કોઈ જાણકારી હોય તે તેઓ અચૂક શેર કરે.
 
સ્થાનિક મીડિયા અનુસાર, જયાકુમારે તેના માતાપિતાને શુક્રવારે કહ્યું હતું કે, તે એક કલાકમાં આવી જશે, પરંતુ તે ત્યારથી આવ્યો નથી. જયાકુમારની કાર પણ શનિવારે સવારે બોસ્ટનના અન્ય રસ્તા પરથી મળી હતી.
 
આ માટે એક ભારતીય અમેરિકન અભિનેત્રી પૂરણા જગનનાથને એક ફેસબુક પોસ્ટ કરી છે. તેણે લોકોને કહ્યું છે કે, જયાકુમાર તેનો ભાઈ છે જો કોઈને પણ તેના વિશે કંઈ પણ જાણ થાય તો તે પોલીસનો સંપર્ક કરે.
 
આગળની સ્લાઈડ્સમાં જુઓ વધુ તસવીરો...
(USA Gujarati News) સાથે જોડાયેલા અન્ય (NRG Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: USA 26 year old Indian American man missing in Boston
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended