Home »NRG »USA» US Tour Ras Garba Ramzat 2016 By Omkara In New Jersy

USમાં ગરબાની રમઝટઃ ન્યૂ જર્સીમાં ઉમટ્યું માનવ મહેરામણ, ઝુમ્યા ગરબાના તાલે

divyabhaskar.com | Oct 04, 2016, 11:49 AM IST

  • 30 સપ્ટેમ્બર અને 1 ઓક્ટોબરના રોજ ન્યૂ જર્સીમાં રાસની રમઝટ.
ન્યૂ જર્સીઃવિદેશોમાં વસતા ગુજરાતીઓ માટે અલગ-અલગ શહેરોમાં ગરબાના આયોજન થઈ રહ્યા છે. ત્યારે ઓમકારા ગ્રુપ દ્વારા આ વર્ષે 23 સપ્ટેમ્બરથી 14 ઓક્ટોબર સુધી અમેરિકાના મોટા શહેરોમાં ગરબા કાર્યક્રમનું આયોજન કરી રહ્યું છે. ગુજરાતના વિખ્યાત કલાકાર પાર્થ ઓઝા અને સાઝ ઈન્ડિયન મ્યૂઝિકના ઋજુતા ધોળકીયા દ્વારા અમેરિકામાં રાસ ગરબાની રમઝટ મચી. 30 સપ્ટેમ્બર અને 1 ઓક્ટોબરના રોજ ન્યૂ જર્સીમાં રાસની રમઝટ બોલાવી હતી જેમાં મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું.
 
ઓમકારા ગ્રુપ તેઓ છ અલગ અલગ શહેરોમાં કાર્યક્રમ કરવાના છે. તેઓએ 24 સપ્ટેમ્બરના રોજ તેમનો પ્રથમ કાર્યક્રમ ક્લેવલેન્ડમાં કર્યો હતો. પાર્થ ઓઝા પોતે વ્યવસાયે ડોક્ટર છે ઉપરાંત ગુજરાતી ફિલ્મોમા અભિનેતા અને ગાયક તરીકે ભૂમિકા ભજવી ચૂક્યા છે. 24 સપ્ટેમ્બરના રોજ ક્લેવલેન્ડમાં તેમણે પ્રથમ કાર્યક્રમ કર્યા બાદ હવે તેઓઓ 30 સપ્ટેમ્બર અને 1 ઓક્ટોબરના રોજ રાસ ગરબાની રમઝટ બોલાવી હતી. 
 
પાસ માટે ઓમકારા એન્ટરપ્રાઇઝએ ખાસ વેબસાઈટ પણ લોન્ચ કરી છે. જેના પર ગરબાના પાસ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. www.ohmkara.org પર ગરબાના પાસ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. ઓમકારા એન્ટરપ્રાઇઝ આ ઉપરાંત પિટ્સબર્ગ, એનવાય જેવા શહેરોમાં પણ ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. 23 સપ્ટેમ્બરથી 14 ઓક્ટોબર દરમિયાન પાર્થ ઓઝા તથા સાઝ એન્ટરટેઇનમેન્ટના કલાકારો 30મી અને 1લી તારીખે ન્યૂ જર્સીમાં ખેલૈયાઓને ગરબે ઘુમાવ્યા બાદ 7મીએ વોશિંગ્ટન ડીસી , 8 ઓક્ટોબરે પેન્સિલવેનિયા, 9 ઓક્ટોબરે ન્યૂ યોર્ક, 14 ઓક્ટોબરે શિકાગો અને 15 ઓક્ટોબરે અંતિમ કાર્યક્રમ કનેક્ટિકટમાં કરશે.
 
આગળની સ્લાઈડ્સમાં તસવીરોમાં જુઓ ન્યૂ જર્સીમાં કેવી રીતે ઝુમ્યા ખેલૈયાઓ...
(USA Gujarati News) સાથે જોડાયેલા અન્ય (NRG Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: US Tour Ras Garba Ramzat 2016 By Omkara in New Jersy
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended