Home »NRG »USA» US President Trump Nominates Indian American Vishal Amin As IP Czar

ડોનાલ્ડ ટ્રમ્પના મહત્ત્વના વહીવટી તંત્રમાં ગુજરાતી સહિત બે ભારતીયની નિમણૂક

divyabhaskar.com | Apr 09, 2017, 11:53 AM IST

  • ડોનાલ્ડ ટ્રમ્પ
વોશિંગ્ટનઃઅમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ટ ટ્રમ્પે જાણીતા ગુજરાતી મૂળના અમેરિકન વિશાલ અમીનને નવા ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી એન્ફોર્સમેન્ટના કોઓર્ડિનેટર તરીકે અને નેઓમી રાવને ઓફિસ ઓફ ધી રેગ્યુલેટરી એફેર્સના વહીવટકર્તા તરીકે નિમણૂંક કરવામાં આવી છે. અમીન તે કોપીરાઈટ, પેટન્ટ અને ટ્રેડ માર્ક એજન્સી માટે અમેરિકન કાયદા અમલીકરણ રણનીતિનું સંકલન કરવાનું કામ જોશે. આ પહેલા વિશાલ અમીને રાષ્ટ્રપતિ જ્યોર્જ બુશના શાસનમાં પણ વ્હાઈટ હાઉસમાં  ડોમેસ્ટીક પોલીસી  ડાયરેકટર એસોસિએટેટડ તરીકે પોતાની સેવા આપી છે. તે કોમર્સ ડિપાર્ટમેન્ટ ઓફ યુએસમાં ખાસ મદદનીશ પણ રહી ચૂક્યા છે.
 
શું કહ્યું વ્હાઈટ હાઉસે?

વ્હાઈટ હાઉસે કહ્યું કે, અમીનને રાષ્ટ્રપતિના વહીવટી કાર્યાલયમાં ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી એન્ફોર્સમેન્ટના કોઓર્ડિનેટર તરીકે નિમવામાં આવ્યા છે. ડોનાલ્ટ ટ્રમ્પે ઘણા મહત્વના વહીવટકર્તાઓની નિમણૂંક કરવાની જાહેરાત કરી છે. જો સીનેટમાંથી અમીનના નામને મંજૂરી મળી જાય છે તો તે ડેનિયલ માર્ટીની જગ્યા લેશે. અમીન હાલ હાઉસ જ્યુડિશિયરી કમિટીમાં વરિષ્ઠ વકીલ છે. અમીને જોન્સ હોપકિન્સ યુનિ.માંથી ન્યોરોસાયન્સની બેચલરની ડીગ્રી અને વોશિંગ્ટન યુનિ.માંથી કાયદાની ડીગ્રી મેળવી છે.
 
નિર્ણયનું કર્યું સ્વાગત 
 
રેકોર્ડિંગ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન ઓફ અમેરિકાના પ્રમુખ કેરી શેરમાને આ નિર્ણયનું સ્વાગત કર્યું છે અને તેમણે જણાવ્યું કે, ' તાત્કાલિક કરવામાં આવેલી નિમણુંક અને તેમના હોદ્દા અંગેની વિચારણા ખુબજ અગત્યની  છે અને અમીનની પસંદગી બદલ અમે ટ્રમ્પને ધન્યવાદ આપીએ છીએ. અમીન એક વિચારશિલ નેતા છે અને તેમની સાથે કામ કરવા અમે ઉત્સુક છીએ.'
(USA Gujarati News) સાથે જોડાયેલા અન્ય (NRG Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: US President Trump nominates Indian American Vishal Amin as IP Czar
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended