Home »NRG »USA» Obama Shares Tribute For Pramukh Swami Maharaj

અમેરિકાના પ્રેસિડેન્ટ બરાક ઓબામાએ પ્રમુખ સ્વામી મહારાજને શ્રદ્ધાંજલિ અર્પી

divyabhaskar.com | Sep 20, 2016, 15:22 PM IST

  • અમેરિકી પ્રેસિડેન્ટ બરાક ઓબામાએ પ્રમુખ સ્વામી મહારાજને શ્રદ્ધાંજલિને અર્પતા લખેલા સંદેશના વાંચતા હરિભક્તો.
વોશિંગ્ટન:સમગ્ર અમેરિકામાં થઈને લગભગ 90 બીએપીએસ સ્વામીનારાયણ મંદિરોમાં આધ્યાત્મિક ગુરુ પ. પૂ. પ્રમુખ સ્વામી મહારાજની શ્રદ્ધાંજલિ સભાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બીએપીએસ હરિભક્તો સાથે મોટી સંખ્યામાં વિવિધ સમાજના નેતાઓ, ધાર્મિક ગુરુઓ અને સરકારી અધિકારીઓ જોડાયા હતા. 
 
અમેરિકાના પ્રેસિડેન્ટ બરાક ઓબામાએ પણ પ્રમુખ સ્વામી મહારાજને શ્રદ્ધાંજલિ અર્પતા એક સંદેશમાં લખ્યું હતું, “ એ ગુરુ જે દરેક વ્યક્તિના જીવનને મહત્વ આપી પોતાનું જીવન જરૂરિયાતમંદોની સેવામાં આપી દીધું, આ જ માનવતા જે યાદ રહેશે. જે આપણને હંમેશા જોડીને રાખશે.” ઓબામાએ બીએપીએસના લીડર અને આધ્યાત્મિક ગુરુ પ્રમુખસ્વામી મહારાજની પ્રશંસામાં કહ્યું કે,"તેમના માનવતાના પાઠોએ માત્ર તેમના અનુયાયી હરિભક્તોને નહીં પરંતુ સમગ્ર દુનિયાના સદનસીબ સ્ત્રીઓ અને પુરુષોને ઝંઝોળી નાખ્યા હતા.”  
 
પ્રેસિડેન્ટ ઓબામાનું આ નિવેદન પ્રમુખ સ્વામી મહારાજની પિતા, શિક્ષક, માર્ગદર્શક, મિત્ર, સલાહકાર અને સાથી તરીકેની ભૂમિકાનું પ્રતિબિંબ છે, તે આધ્યાત્મિક માર્ગદર્શક હતા કે જેમણે લોકોને નિષ્ઠા સાથે શુધ્ધ અને નૈતિકતાથી જીવન જીવવા અધિકારયુક્ત કર્યા છે. 
 
અમેરિકાના ભૂતપૂર્વ વિદેશ મંત્રી હિલેરી ક્લિન્ટન અને ભૂતપૂર્વ પ્રેસિડેન્ટ બિલ ક્લિન્ટને પણ તેમના વિચાર વ્યક્ત કર્યા હતા, ”પ્રમુખ સ્વામીએ માત્ર ગુણો શીખવ્યા નથી- તેમણે તેને દરરોજ જીવ્યા છે. તેમના ઉદાહરણે તેમના અનુયાયીઓ અને હરિભક્તો સંવાદિતતા લાવવામાં મદદ કરી છે. અને અમને આશા છે કે આવનારી પેઢીઓ તેમનો માનવતાનો વારસો જાળવી રાખશે.”
 
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રમુખ સ્વામી મહારાજના અંતિમ સંસ્કાર પહેલાં ભક્તો સંબોધતા કહ્યું કે, “પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ મનુષ્યો વચ્ચે દૃઢ રહ્યા હતા ને તેમણે કરુણા અને વિનમ્રતાને પ્રસ્તુત કરી હતી..આજે તમે તમારા ગુરુને ગુમાવ્યા છે, પરંતુ મેં મારા પિતા ગુમાવ્યા છે.” 
(USA Gujarati News) સાથે જોડાયેલા અન્ય (NRG Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Obama Shares Tribute for Pramukh Swami Maharaj
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended