Home »NRG »USA» US Immigration And Visa Information By Expert Ramesh Raval

શા માટે અમેરિકાના EB-5 ઈન્વેસ્ટર વિઝામાં ન કરવી ઉતાવળ? જાણો લાભ-ગેરલાભ

Ramesh Raval | Mar 29, 2017, 16:03 PM IST

સવાલ: અમારા ફેમિલીનો મોટો હોલસેલનો બિઝનેસ છે અને ઘણું મોટું ટર્નઓવર છે. અમારે અમેરિકામાં પાંચ લાખ ડોલર રોકી EB-5 ઇન્વેસ્ટર્સ વિઝા લેવો છે. આ કેટેગરીમાં ગ્રીનકાર્ડ હાલના સંજોગોમાં અર્થાત્ અમેરિકાના નવા પ્રેસિડન્ટ આવ્યા પછી ઇમિગ્રેશનના નિયમોમાં ધરખમ ફેરફાર થતા હોઈ પાંચ લાખ ડોલર તથા પચાસ હજાર ડોલર રિજિયોનલ સેન્ટરને આપવાના હોય છે તે આપવા સલાહભર્યું છે? આ કેટેગરી માટે હાલમાં શું ગેરલાભ અર્થાત્ નુકસાન છે તે જણાવશો?

જવાબ :દરેક સિક્કાની બે બાજુઓ હોય છે અર્થાત્ ઘણી બાબતોમાં લાભ અને ગેરલાભ પણ હોય છે. આ કેટેગરીમાં લાભ તો છે, પરંતુ તેમાં કેટલીક ક્ષતિઓ છે તેમજ કેટલાક ગેરલાભ છે. જેમ કે (1) અમેરિકામાં જે રિજિયોનલ સેન્ટરમાં પાંચ લાખ ડોલર રોકો, તે રિજિયોનલ સેન્ટર પાંચ વર્ષ પછી પાંચ લાખ ડોલર પાછા આપવાની કોઈ ગેરંટી કે ખાતરી લેખિતમાં આપતા નથી કે બીજા કોઈને જામીન પણ આપતા નથી. (2) ભૂતકાળમાં કેટલાક રિજિયોનલ સેન્ટર બંધ થઈ ગયાં છે. (3) તમને તથા તમારા 21 વર્ષની નીચેના બાળકને માત્ર 2 વર્ષનું કન્ડિશનલ ગ્રીનકાર્ડ આપવામાં આવે છે, જેની કન્ડિશન રિમૂવ કરવાની પિટિશન કરવી પડે તેમાં પણ ભવિષ્યમાં શું ફેરફાર થઈ શકે તે કહી શકાય નહીં.

આ પ્રકારનાં ઇન્વેસ્ટમેન્ટના બે પ્રકાર છે. (1) ઇનડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ એટલે કે રિજિયોનલ સેન્ટરમા પાંચ લાખ ડોલર તથા ફી ભરવી પડે. (2) ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ જેમાં પાંચ લાખ ડોલર તમે જાતે કોઈ પણ બિઝનેસમાં પાંચ લાખ ડોલર રોકવાથી તેનો કંટ્રોલ તમારી પાસે રહેશે. મને લાગે છે કે  આ કામ જાતે કરવું સારું, જેથી બીજા ઉપર ભરોસો રાખવાની જરૂર નહીં.
 
આગળ વાંચો ગ્રીનકાર્ડ રિન્યૂ, એફ-1 બી-1 વિઝા અંગે...
(USA Gujarati News) સાથે જોડાયેલા અન્ય (NRG Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: US Immigration And Visa Information By Expert Ramesh Raval
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended