Home »NRG »USA» US Green Card Visitor Visa Immigration Solution By Expert Ramesh Raval

કેવી રીતે મળે USનું ગ્રીનકાર્ડ? એપ્લાય કર્યાં બાદ કેટલા સમયમાં મળે ગ્રીનકાર્ડ

Ramesh Raval | Apr 12, 2017, 16:47 PM IST

સવાલ: મારી ઉંમર 70 વર્ષની છે. મારા અને પત્ની પાસે અમેરિકાનાં 10 વર્ષના ટૂરિસ્ટ વિઝા છે. મારો અમેરિકન સિટિઝન પુત્ર અમારા માટે ગ્રીનકાર્ડની પિટિશન કરવા માગે છે, પરંતુ મારી પાસે બર્થ સર્ટિફિકેટ નથી. મેજિસ્ટ્રેટનું ડોમિસાઇલ સર્ટિફિકેટ છે. તો બર્થ ડેટ માટે એફિડેવિટ ચાલે? અમને ગ્રીનકાર્ડ મળવામાં કેટલો સમય લાગે?
 
જવાબ :તમે બહુ વિગતવાર પત્ર લખેલો છે તેમાં એ વાંચતાં જણાય છે કે તમારી પાસે મેરેજ સર્ટિફિકેટ પણ છે. સામાન્ય રીતે જે ગામમાં કે શહેરમાં જન્મ થયો હોય ત્યાંથી NO RECORDનો પત્ર મેળવી લો અને હું જણાવું તેવી બે વ્યક્તિઓની એફિડેવિટ કરાવી લેવી જરૂરી છે. મેં આ કોલમમાં ઘણી વાર જણાવ્યું છે કે જેની પાસે 10 વર્ષના અમેરિકાના વિઝિટર વિઝા હોય તેને ગ્રીનકાર્ડ લેવાની આવશ્કતા લાગતી નથી, કારણ કે જે રીતે તમે અહીં રહો છો તે જોતાં તમારે પોતાનું ઘર હોય, સમાજમાં માન-પ્રતિષ્ઠા હોય, સગાંવહાલાં સારાં હોય, એકાદ વાહન હોય અને સારી આવક હોય તો અહીંનું ગુજરાતનું સારામાં સારું જીવન જીવવાનું જતું કરવું હિતાવહ નથી.

આ ઉપરાંત હાલની પરિસ્થિતિમાં જો તમારે ઇન્ડિયા વારંવાર આવવાનું થશે તો દર વર્ષે ઇન્ડિયા આવી પાછા જવામાં પ્રોબ્લેમ થઈ શકે. મારી પાસે એવા પણ કેસ છે જેમાં ગ્રીનકાર્ડ લઈને પછીથી ગ્રીનકાર્ડ પરત કરી ફરીથી વિઝા માગવામાં આવે છે. આ ઉપરાંત તમારા બન્ને જણનો ટિકિટનો દર વર્ષે 2 લાખ ઉપરનો ખર્ચો થઈ શકે છે તેથી તમારું બેન્ક બેલેન્સ ખતમ થઈ શકે. સામાન્ય રીતે સિટીઝન જો તેનાં માતા-પિતા માટે ગ્રીનકાર્ડ માટે પિટિશન કરે અને પરફેક્ટ રીતે ફોર્મ અને ડોક્યુમેન્ટ્સ ફાઇલ કરવામાં આવે તો એક વર્ષની અંદર ગ્રીનકાર્ડ મળી શકે.
 
આગળ વાંચો સ્ટુડન્ટ વિઝા માટે એપ્લાય કરવા માટે યોગ્ય સમય?, વિઝિટર વિઝા અને ગ્રીન કાર્ડ સંબંધિત અન્ય સવાલ જવાબ..
(USA Gujarati News) સાથે જોડાયેલા અન્ય (NRG Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: US Green Card Visitor Visa Immigration solution By Expert Ramesh Raval
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended