Home »NRG »USA» US: Sunny Patel’S Friends And Family Gathered At His Funeral In Ohio

US: ગુજરાતી કિશોરને મિત્રોની અનોખી શ્રદ્ધાંજલિ, મદદમાં એકત્ર થયા $30,000

divyabhaskar.com | Oct 19, 2016, 11:17 AM IST

  • સની પટેલને અનોખી રીતે શ્રદ્ધાંજલિ આપવા મિત્રો તેના ગમતી બેઝબોલ ટીમના કલરના કપડા પહેરી અંતિમ સંસ્કારમાં ઉપસ્થિત રહ્યા હતા.
એનઆરજી ડેસ્ક. અમેરિકાના ઓહાયોમાં ગત શુક્રવાર સાંજે કાકાને રેસ્ટોરન્ટમાં મદદ કરવા પહોંચેલા સની પટેલને અશ્વેત યુવાને લૂંટના ઈરાદે ગોળી મારી હત્યા કરી દીધી હતી. સનીના મૃત્યુથી તેના પૈતૃક વતન આણંદના ડેમોલ ગામમાં ઘેરા શોકનો માહોલ છવાઈ ગયો હતો. બીજી તરફ, અમેરિકામાં તેના અંતિમ સંસ્કાર માટે પરિવારને મદદ માટે કરવામાં આવેલી અપીલ કર્યાના એક જ દિવસમાં $30,000થી વધુ રકમ એકત્ર થઈ છે. સોમવારે સનીના અંતિમ સંસ્કારમાં તેના મિત્રો અને ક્લાસમેટ્સે અનોખી રીતે શ્રદ્ધાંજલિ આપી હતી.
 
સનીના મિત્રોએ આપી સનીને અનોખી રીતે શ્રદ્ધાંજલિ
 
- સની પટેલના અંતિમ સંસ્કાર તેના પરિવાર, મિત્રો અને ક્લાસમેટ્સની હાજરીમાં સોમવારે બુશ ફયૂનરલ હોમ ખાતે કરવામાં આવ્યા હતા.
- સનીના અડધો ડઝન જેટલા ક્લાસમેટ્સ જેઓ તેના અંતિમ સંસ્કારમાં ઉપસ્થિત રહ્યા હતા તેમનું કહેવું છે કે, તેઓને ક્યારેય એવી કલ્પના નહોતી કે તેમના બેસ્ટ ફ્રેન્ડને આવી રીતે ગુડબાય કહેવું પડશે. બીજી તરફ, સનીના મિત્રોએ તેને અંતિમ વિદાય વેળાએ સનીની સૌથી પ્રિય ટીમ Cavs ટીમના જેવા કલરના કપડા પહેર્યા હતા.
- સનીના મિત્રોએ તેના અંતિમ સંસ્કાર બાદ સ્થાનિક અખબારને જણાવ્યું હતું કે, સની કલેવલેન્ડ કેવેલિઅર્સ (Cleveland Cavaliers) બાસ્કેટ બોલની ટીમને ખૂબ જ પસંદ કરતો હતો. સનીએ પોતાના આખો રૂમ ટીમની ટી-શર્ટના કલરથી જ સજાવ્યો હતો. તેને ગમતા કલરના કપડા પહેરીને અમે તેને શ્રદ્ધાંજલિ આપીએ છીએ.
 
“શુક્રવાર સાંજે બીજા મિત્રો સાથે ફરતા, સની પરિવારને મદદ કરતો”
 
- સની પટેલના પરિવારના એક સભ્યએ જણાવ્યું હતું કે, એ શુક્રવારની રાત હતી. મોટાભાગના બાળકો પોતાના મિત્રો સાથે મજા માણવા બહાર જતા હોય છે જ્યારે સની પરિવારને મદદ કરતો હતો. તે હંમેશા લોકોને મદદ કરવા પ્રયત્નશીલ રહેતો.
- સનીની એક મિત્રએ જણાવ્યું કે, અમે હંમેશા હાઈસ્કૂલ સાથે જતા હતા. જ્યારે સ્કૂલ પાસે આવે તો તે દોડીને મારા માટે દરવાજો ખોલતો હતો. તે ખૂબ જ સ્વીટ છોકરો હતો.
- સનીના એક ક્લાસમેટે જણાવ્યું હતું કે, તે ફ્રેન્ડસમાં ખૂબ લોકપ્રિય હતો. ફ્રેન્ડસ ખુશ રહે તે માટે તે હંમેશા પ્રયત્નશીલ રહેતો હતો.
 
સનીના અંતિમ સંસ્કાર માટે 1 દિવસમાં એકત્ર થયા $30,075
 
ક્વેવલેન્ડ હાઈટ્સના રહેવાસીઓએ GoFundMe એકાઉન્ટ સેટ અપ કરીને સની પટેલના અંતિમ સંસ્કાર માટે ડોનેશન એકત્ર કરવાની મુહિમચાલુ કરી હતી. તેના માટે વેબસાઈટ પર $10,000 એકત્ર કરવાની અપીલ કરવામાં આવી હતી. સોમવારે અપીલને ધ્યાને લઈ $9,400 એકત્ર થયા હતા. પરંતુ એક દિવસની અંદર આ રકમ $30,000ને પાર કરી ગઈ હતી. GoFundMeના પેજ મુજબ માત્ર 1 દિવસમાં જ આ રકમ એકત્ર થઈ હતી જેમાં 870 લોકોએ ડોનેશન આપ્યું છે અને તેમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. GoFundMeના આ પેજને ફેસબુક પર 6,000થી વધુ લોકોએ શેર કર્યું છે.
 
સનીના પિતા રવિ પટેલે દીકરો ગુમાવવાની કેવી રીતે વ્યક્ત કરી વ્યથા તથા સનીના અંતિમ સંસ્કાર સમયની તસવીરો જોવા આગળની સ્લાઈડ્સ ક્લિક કરો
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: US: Sunny Patel’s friends and family gathered at his funeral in Ohio
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

      PrevNextNext