Home »NRG »USA» Two Employees Of Seekonk Subway Restaurant Describing Armed Robbery

USA:ગુજરાતી યુવતીઓના લમણે તાકી બંદૂક, જણાવી ધ્રુજાવી દેનારી આપવીતી

divyabhaskar.com | Mar 25, 2017, 14:48 PM IST

અમેરિકાઃબ્રિસ્ટોલ કાઉન્ટીના સૈકોનકમાં આવેલા સબવેમાં બુધવારે બંદૂકની અણીએ લૂંટ ચલાવવામાં આવી હતી. માસ્ક પહેરીને આવેલા બે લૂંટારાઓએ સબવેમાં કામ કરનાર ગુજરાતી કર્મચારી નિધિ અને નિર્વિ પટેલ સામે બંદૂક રાખી હતી અને કાઉન્ટરમાંથી તમામ રોકડ ઉપાડી ગયા હતા. જોકે હજુ સુધી આ સંદિગ્ધોની ઓળખ થઈ શકી નથી. સબવે રેસ્ટોરાંમાં કામ કરતી બન્ને યુવતીઓ સશસ્ત્ર લૂંટના સંદિગ્ધોની જોડી સાથે થયેલી અથડામણનું વર્ણન કરે છે, જ્યારે પોલીસ સંદિગ્ધોની ઓળખ માટે જનતા પાસે મદદ માંગી રહી છે. 
 
બ્રેક લઈ રહી હતી બન્ને બહેનો

નિર્વિ પટેલે આપવીતી જણાવતા કહ્યું કે, બન્ને સંદિગ્ધો બંદૂક સાથે આવ્યા અને તેઓએ માસ્કથી તેમનો ચહેરો ઢાંકી રાખ્યો હતો. તેઓ કાઉન્ટરમાંથી બધી જ રોકડ લઈ ગયા. પટેલ અને તેની સહકર્મી અને પિતરાઈ બહેન નિધિ પટેલ લૂંટ થઈ તે સમયે બ્રેક લઈ રહ્યા હતા કારણ કે, રેસ્ટોરાંમાં કોઇ પણ ગ્રાહક હાજર નહોતું. આ ઘટના બપોરે 3 વાગ્યા છે. જ્યારે દરવાજો ખુલ્યો ત્યારે તેઓ એક ટેબલ પર બેઠા હતા. નિર્વિ જણાવે છે કે, અમને લાગ્યું કે તે એક ગ્રાહક હશે. પરંતુ ટૂંક સમયમાં ખબર પડી ગઈ હતી કે તે વ્યક્તિ સેન્ડવિચ લેવા નહોતો આવ્યો. 
 
બંદૂધ રાખી 10થી ઉંધી ગણતરી કરી શરૂ

સૈકોનક પોલીસ દ્વારા બહાર પાડવામાં આવેલા વીડિયોમાં, બન્ને પુરુષોમાં એકની પાસે બંદૂક દેખાય છે અને તે નિધિ પર રાખીને કેશ કાઉન્ટર તરફ ઈશારો કરે છે. સર્વેલન્સ વિડિયોમાં ઓડિયો નથી, પરંતુ પ્રત્યક્ષદર્શી પટેલ્સે ખબર છે કે, સંદિગ્ધોએ તેમને શું કહ્યું. સંદિગ્ધો બોલ્યા કે, કાઉન્ટર ખોલ અને અમને તેમાં પડેલા બધા જ પૈસા આપી દે. આ દરમિયાન વ્યક્તિએ 10થી ઉંધી ગણતરી શરૂ કરી દીધી હતી, કારણ કે નિધિને કાઉન્ટર ખોલવામાં મૂશ્કેલી પડી રહી હતી. જ્યારે નિર્વિ નિધિની મદદ કરવા માટે ટેબલ પરથી ઊભી થઈ તો તેઓએ નિર્વિને હાથ ઉપર કરીને ત્યાં જ બેસી રહેવા માટે જણાવ્યું. આખરે નિર્વિને તેઓએ નિધિની મદદ કરવા માટે જણાવ્યું. તેઓ બધી રોકડ ઉપાડી ગયા અને રેસ્ટોરાંની બહાર જતા રહ્યા.
 
'અમે સુરક્ષિત છીએ, બસ એ જ મહત્વનું છે'

પોલીસે કહ્યું કે, બન્ને સંદિગ્ધોએ રેસ્ટોરાં છોડીને પાર્કિંગ તરફ ગયા હતા, જ્યાં તેઓ તેમના વ્હીકલમાં બેસી ગયા અને પોકટુકેટ તરફ રવાના થયા. બંન્નેની ઉંમર 20 વર્ષની આસપાસ જણાતી હતી અને બ્લેક અને હુડવાળા કોટ પહેર્યા હતા. તેઓ લૂંટ દરમિયાન અંગ્રેજી અને સ્પેનિશ બન્ને ભાષા બોલી રહ્યા હતા. તપાસકર્તાને પણ લૂંટ થયેલ સ્થળનો વીડિયો સરળતાથી હાથ લાગી ગયો હતો. તેઓએ કહ્યું કે, સબવેમાં પ્રવેશ કર્યા પહેલા થોડા સમય સુધી બન્ને આસપાસ આટા મારત જોવા મળતા હતા. પટેલ્સ ગુરુવારે કામ પર પાછા આવ્યા ત્યારે તેઓએ કહ્યું કે, તેઓ બધુ ગોઠવી રહ્યા છે અને ખુશ છે કે, તેમને કોઈ ઈજા થઈ નથી. નિર્વિ કહે છે, અમે સુરક્ષિત છીએ, બસ એ જ મહત્વનું છે.
 
આગળ જુઓઃ સર્વેલન્સ કેમેરામાં કેદ થયેલી ઘટનાની તસવીરો...
(USA Gujarati News) સાથે જોડાયેલા અન્ય (NRG Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Two employees of Seekonk Subway restaurant describing armed robbery
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended