Home »NRG »USA» The Hotel Owner Jay Patel Thought The Stickup Was A Joke But It Was Real

USAમાં પટેલ મોટેલ માલિક પર ગોળીબાર, રોકડ ઉપાડી લૂંટારુ ફરાર

divyabhaskar.com | May 03, 2017, 12:56 PM IST

  • અંદર ઘૂસવાનો પ્રયાસ કરી રહેલા લૂંટારાને પટેલે કાઉન્ટર પરથી બહારની તરફ ધક્કો માર્યો હતો
અમેરિકાઃસોમવારે રાત્રે જ્યોર્જિયાના ઈસ્ટ મેકોનમાં એક ગુજરાતીની મોટેલમાં લૂંટ ચલાવવામાં આવી હતી. લૂંટારુ મોટેલની લોબીમાં અંદર ઘૂસી ગયો હતો અને બંદૂક વડે ઈશારો કરીને રોકડની માંગણી કરી રહ્યો હતો. જોકે, પટેલને આ વાત મજાક લાગી હતી. લૂંટારાએ એકાએક ફાયરિંગ કરી દેતા મોટેલ માલિક ગભરાઈ ગયો હતો. 
 
શું છે ઘટના?

ઈસ્ટ મેકોનમાં આવેલી રેડ કાર્પેટન ઈનના માલિક જય પટેલે કહ્યું કે, આ એક લૂંટ હતી જ્યારે માસ્ક પહેરીને આવેલા વ્યક્તિએ મોટેલમાં સોમવારે બંદૂક ચલાવી અને પટેલને તેમની બુક બેગમાં રોકડ ભરવાની માંગ કરી. ઈસ્ટ મેકન મોટેલના માલિકે કહ્યું કે, સોમવારે રાત્રે જ્યારે એક અજાણ્યો શખ્સ રેડ કાર્પેટ ઈનની લોબીની અંદર આવ્યો હતો ત્યારે તેણે બંદૂકથી ઈશારો કર્યો અને રોકડની માંગણી કરવા લાગ્યો. લૂંટારું ટી-શર્ટ તથા માસ્ક પહેરીને આવ્યો હતો અને હાથમાં સિલ્વર ગન હતી. તેણે પટેલને તેમની બુક બેગ તરફ ઈશારો કર્યો. પટેલે આ જોતા લૂંટારાને કહ્યું કે, તમે મજાક કરી રહ્યા છો. કારણે તેણે બેગ કાઉન્ટર પર ફેંકી દીધી હતી. પરંતુ શેરિફ ઓફિસ પ્રમાણે, માસ્ક પહેરેલા વ્યક્તિએ રિયલ હોવાનું જણાવ્યું હતું.
 
શું છે સર્વેલન્સ વીડિયોમાં?

સર્વેલાન્સ વીડિયો પરથી જાણી શકાય છે કે, લૂંટારાએ કાઉન્ટર પર કૂદવાનો પ્રયાસ કર્યો, પરંતુ પટેલે તેને પાછો ધકેલી દીધો હતો. બાદમાં લૂંટારાએ એક રાઉન્ડ ગોળીબાર કર્યો અને પટેલ બચવા માટે ત્યાથી ભાગી ગયા. પટેલે કહ્યું કે, મને લાગ્યું, એ શખ્સ પહેલા મને જરૂર ક્યાંય મળ્યો હશે. મને ક્યાંય ઈજા થઈ નથી, તેથી મેં વિચાર્યું કે તે મને ચૂકી ગયો હશે." ગોળી ફ્રન્ટ ડેસ્કમાંથી આરપાર થઈ ગઈ.
 
શું કહે છે પટેલ?

લૂંટારુ કાઉન્ટર પાસે કૂદીને આવી ગયો અને ડ્રોવર ઓપન કર્યું. તેમાંથી લગભગ 200 ડોલર જેટલી રોકડ પડી હતી તે લઈને લૂંટારું સામેના દરવાજેથી બહાર નીકળી ગયો, જે તેના એક સાથીએ ખોલીને રાખ્યો હતો. પટેલે કહ્યું, હું અહીંયા છેલ્લા 17 વર્ષથી છું, પરંતુ આવો બનાવ મારી સાથે ક્યારેય નથી બન્યો. મારી મોટેલ ઈન્ટરસ્ટેટની જેમ વ્યસ્ત મોટેલ નથી જેથી મને વધારે રોકડ પણ મળતી નથી. મને ખબર નથી શા માટે તે લોકો હેરાનગતિ કરે છે.
 
આગળ જૂઓ, સર્વેલન્સ વીડિયોમાંથી લેવામાં આવેલી તસવીરો...
(USA Gujarati News) સાથે જોડાયેલા અન્ય (NRG Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: The hotel owner Jay patel thought the stickup was a joke but It was real
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended