Home »NRG »USA» Teenage Girl Was Forced To Have Sex With Men At A Philadelphia Motel

'મને 1000થી વધુ વાર SEX માટે મજબૂર કરાઈ',USમાં પટેલ મોટેલ માલિક પર આરોપ

divyabhaskar.com | Mar 14, 2017, 16:29 PM IST

  • મોટેલ માલિક યજ્ઞ પટેલ આ મામલે અજાણ હોવાની વાત વારંવાર કરી રહ્યા છે
અમેરિકાઃપેન્સિલવેનિયાના ફિલાડેલ્ફિયા શહેરમાં પટેલની એક મોટેલમાં 2 વર્ષથી એક ટીનએજર યુવતીનું શોષણ થયું હોવાનો મામલો પ્રકાશમાં આવ્યો છે. કાનૂની દાવો કરવામાં આવ્યો છે કે, 2 વર્ષ દરમિયાન એક ટીનએજર યુવતીને 1 હજારથી વધારે પુરુષો સાથે શારીરિક સંબંધો બનાવવા માટે મજબૂર કરવામાં આવી છે. શહેરના ઉત્તર-પૂર્વમાં આવેલી રૂઝવેલ્ટ ઈન મોટેલના માલિક છે યજ્ઞ પટેલ. જો કે, પટેલ આ મામલે અજાણ હોવાની વાત વારંવાર કરી રહ્યા છે.
 
શું છે સમગ્ર બાબત?

યુવતીના વકીલે દાવો કર્યો છે કે, ઉંમરથી મોટા પુરુષો સાથે 'સેક્સ સ્લેવરી(સેક્સ ગુલામી)' માટે શહેરના ઉત્તર-પૂર્વમાં આવેલી રૂઝવેલ્ટ ઈન મોટેલ પર યુવતીને 4 વખત મજબૂર કરવામાં આવી હતી. યુવતીની ઉંમર જ્યારે માત્ર 14 વર્ષની હતી ત્યારે તેનો કથિત રીતે દુરુપયોગ કરવાનો શરૂ કર્યો હતો, આ મામલે મોટેલ, તેના મેનેજર અને કંપની કે માલિક સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે. સીબીએસ ફિલાડેલ્ફિયાના રિપોર્ટ પ્રમાણે, 2013માં વેશ્યાવૃત્તિમાં જવા મજબૂર થયા બાદ હવે 17 વર્ષની યુવતીએ દાવો કર્યો છે કે, તેણે મોટેલમાં અનેક પુરુષો સાથે સેક્સ કરવા માટે 50 ડોલરની ચૂકવણી કરવામાં આવતી હતી. 
 
કરેલા કાનૂની દાવાઓ

રૂઝવેલ્ટ ઈન વિરુદ્ધ દાખલ ફરિયાદમાં, તેની મૂળ કંપની UFVS મેનેજમેન્ટ કંપની અને હોટલના મેનેજર યજ્ઞ પટેલ સામે આ ઑર્ડીલ 2014થી ચાલુ હોવાનો દાવો કરવામાં આવ્યો છે. મોટેલ પર આરોપ લગાવવામાં આવ્યો છે કે, તેઓ માનવ તસ્કરી માટે રૂમ ઉપલબ્ધ કરાવવામાં આવે છે, પરંતુ 72 વર્ષીય યજ્ઞ પટેલે આ અંગે કોઈ જાણકારી આપી નથી. આ મામલે બચાવ પક્ષ દાવો કરે છે, જાણ થઈ હતી અથવા પરોક્ષ રીતે જાણકારી મળી હતી કે યુવતીનું યૌન શોષણ કરવામાં આવી રહ્યું છે. જો કે, આ મામલે પોલીસ વધુ તપાસ કરી રહી છે. હોટલ માલિક યજ્ઞ આ બાબત નકારીને તેનાથી અજાણ હોવાનું વારંવાર કહી રહ્યો છે. યુવતીએ દાવો કર્યો છે કે, તેની સાથે મોટેલમાં બે વર્ષથી તેના ઈચ્છા વિરુદ્ધ કૃત્ય કરાવવામાં આવતું હતું.
 
આગળ વાંચોઃ કેવી રીતે નક્કી થતી ડીલ...
(USA Gujarati News) સાથે જોડાયેલા અન્ય (NRG Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Teenage girl was forced to have sex with men at a Philadelphia motel
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended