Home »NRG »USA» Tampa Doctor Kiran Patel Buys Minneapolis Marriott Northwest

USA:ગુજરાતીએ મિનેસોટામાં કરી 200 Crની ડીલ, ખરીદી આલીશાન હોટલ મેરિયોટ

divyabhaskar.com | Mar 09, 2017, 18:28 PM IST

  • ડો. કિરણ પટેલ
અમેરિકાઃટેમ્પાના પરોપકારી અને WellCare Health Plans Inc.ના સ્થાપક ડો. કિરણ પટેલે બ્રુકલીન પાર્કમાં આવેલી મિનેપોલિસ મેરિયોટ નોર્થવેસ્ટ હોટલ 200 કરોડ રૂપિયામાં ખરીદી લીધી છે. મૂળ વડોદરા જિલ્લાના મોટા ફોફડિયા ગામના વતની ડૉ. પટેલની આ ડીલ મિનેસોટાની પ્રથમ ડીલ છે. નોંધનીય છે કે ફ્લોરિડામાં ડો. કિરણ પટેલ અને પત્ની ડો. પલ્લવી પટેલ 'પાવર કપલ' તરીકે ઓળખાય છે. ડો. પટેલે એક સમયે નુકસાની કરતાં બિઝનેસને આજે રૂપિયા 6600 કરોડથી સુધી પહોંચાડ્યો છે.
 
રિયલ એસ્ટેટ પટેલનો સાઈડ બિઝનેસ

બોસ્ટનના લોન્ગ વ્હાર્ફ રિયલ એસ્ટેટ પાર્ટનર્સ તથા 231 રૂમની હોટેલ અને કોન્ફરન્સ સેન્ટરના વેચાણની ફાયનાન્સ અને કોમર્સની વિગતો જેવી તમામ બાબતો પટેલ સંભાળે છે. રિયલ એસ્ટેટ એ પટેલનો સાઈડ બિઝનેસ છે, પટેલે ફ્લોરિડામાં એક 1.5 અબજ ડોલરના ખર્ચે હેલ્થ ઈન્સોયરન્સ ઑપરેશન બનાવ્યું છે સાથે તેઓ એક ઉમદા પરોપકારી પણ છે. ડો. કિરણ પટેલ એક બૂસ્ટર ઉદ્યોગસાહસિક પણ છે.
 
આ ડીલ વિશે શું કહે છે પટેલ?

કિરણ પટેલે એક મીડિયા સાથે વાતચીત દરમિયાન જણાવ્યું કે, રિયલ એસ્ટેટ, એક સમયે પડી ભાંગવા કરતા, કદાચ આ એક લાંબા ગાળાનું સલામત રોકાણ છે. કારણ કે અહીંયા ખૂબ જ ઓશિયન ફ્રન્ટ પ્રોપર્ટી અથવા વોટરફ્રન્ટ પ્રોપર્ટી છે. સાચી સંપત્તિની પસંદગી કરવી, વિવિધ લોકેશનની અને તેની યોગ્ય ભાવે ખરીદદારી કરવી એ એક સારું પરિણામ આપી જાય છે.
 
મિનેસોટામાં છે પ્રથમ સોદો?

મેરિયોટ પટેલનો પ્રથમ મિનેસોટા સોદો છે. તેમણે આ ઉપરાંત પિટ્સબર્ગ, ટસ્કન, એરિઝોના અને અન્ય શહેરોમાં પણ હોટલો છે, તેમજ સમગ્ર યુનાઈટેડ સ્ટેટ્સમાં મેડિકલ ઓફિસિસ, સર્જીકલ સેન્ટર્સ અને ઓફિસ બિલ્ડિંગ્સ પણ ધરાવે છે. વેસ્ટસ્ટોરમાં આવેલી વોટરમાર્ક ઓફિસ કોમ્પલેક્ષમાંથી પોતાના બિઝનેસનું સંચાલન કરે છે. હોટલ પહેલા નોર્થલેન્ડ ઈનના નામે જાણીતી હતી. 2012માં 25 મિલિયન ડોલરના ખર્ચે નવીનીકરણ કરવામાં આવ્યું અને મોટા કોન્ફરન્સની જગ્યાઓ ઉમેરી અને ગેસ્ટ રૂમનું નવીનીકરણ કરીને તેનું વિસ્તરણ કરવામાં આવ્યું હતું.
 
આગળ જુઓઃ આલીશાન હોટલની અંદરના નજારાની તસવીરો...
(USA Gujarati News) સાથે જોડાયેલા અન્ય (NRG Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Tampa Doctor Kiran Patel Buys Minneapolis Marriott Northwest
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended