Home »NRG »USA» Tampa Doctor Kiran Patel Buys Downtown Sarasota Hyatt

ગુજરાતીએ કરી ગલ્ફ કોસ્ટમાં 500 કરોડની સૌથી મોટી ડીલ, ખરીદી હોટલ હયાત

divyabhaskar.com | Oct 07, 2016, 13:18 PM IST

અમેરિકા: ગુજરાતી ડૉ. કિરણ પટેલે ફ્લોરિડાના સારાસોટા ખાતે 294 રૂમ્સ ધરાવતી હોટેલ હયાત રિજન્સીને 500 કરોડમાં ખરીદી છે.  ફ્લોરિડાના ટેમ્પા શહેરમાં રહેતા ગુજરાતી ડૉ. કિરણ પટેલના નેતૃત્વ હેઠળ ગ્રુપે 386 કરોડમાં ડીલ ફિક્સ કરી છે. જેમાં ફર્નિચર, ઈક્વિપમેન્ટ સહિતની વસ્તુઓની રકમ એડ કરવામાં આવે તો ખરીદીની કુલ રકમ રૂપિયા 500 કરોડ થવા પામે છે. મૂળ વડોદરા જિલ્લાના મોટા ફોફડિયા ગામના વતની ડૉ. પટેલની આ ડીલને ગલ્ફ કોસ્ટની સૌથી મોટી ડીલ ગણવામાં આવે છે. નોંધનીય છે કે ફ્લોરિડામાં ડો. કિરણ પટેલ અને પત્ની ડો. પલ્લવી પટેલ 'પાવર કપલ' તરીકે ઓળખાય છે. ડો. પટેલે એક સમયે નુકસાની કરતાં બિઝનેસને આજે રૂપિયા 6600 કરોડ સુધી પહોંચાડ્યો છે.
 
પહેલા કોણ હતા આ હોટલના માલિક?
 
આ પહેલાં 2007થી આ હોટલનું માલિક બ્લેકસ્ટોન ગ્રુપ હતું. જેણે 433 કરોડ રૂ.માં આ હોટેલને હસ્તગત કરી હતી. આ હોટેલને રેસિડેન્સીમાં કન્વર્ટ કરવા માટે વધુ 147 કરોડ ખર્ચવામાં આવ્યા હતા. 
 
હોટલને લઈને શું છે આશા?
 
કમર્શિયલ બ્રોકરેજ કંપની કુલિયર્સ ઇન્ટરનેશનલ ટામ્પા બેના એક્ઝિક્યુટીવ વાઈસ પ્રેસિડેન્ટ કેન્ટ શ્વાર્ટઝે કહે છે કે, 'ગલ્ફ કોસ્ટમાં હોટલનું માર્કેટ મજબૂત છે, સારાસોટામાં આગામી વર્ષે ઘણી હોટલો ખુલશે, તે નક્કી છે. આગામી દિવસોમાં ગળાકાપ સ્પર્ધા હશે અને શહેરમાં હયાત નવીન પ્રોપર્ટી નથી. આ એક અદભૂત સ્થળ છે. જોકે, બોલરૂમ અને બેઠકના કારણે સેલિબ્રેશન માટે આ ઉત્તમ સ્થળ છે. 
 
હયાત રિજન્સી-સારાસોટાની શું છે ખાસિયત? કોણ છે ડો. કિરણ પટેલ? વાંચવા માટે આગળની સ્લાઈડ્સ પર  કરો ક્લિક...
(USA Gujarati News) સાથે જોડાયેલા અન્ય (NRG Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Tampa doctor Kiran Patel buys downtown Sarasota Hyatt
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended