Home »NRG »USA» Swaminarayan Monk Rape On Girl In Swaminarayan Temple Toronto Canada

કેનેડામાં સ્વામિનારાયણ મંદિરના સાધુએ યુવતી પર આચર્યું દુષ્કર્મ

divyabhaskar.com | Mar 11, 2017, 11:52 AM IST

  • આરોપી સાધુ સુગ્નેય
ટોરેન્ટો:કેનેડાના ટોરેન્ટોમાં સોખડા સ્વામિનારાયણ મંદિરના સાધુએ એક ગુજરાતી યુવતી સાથે પાપલીલા આચરી દુષ્કર્મ કર્યું હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આ અંગે યુવતીએ ફરિયાદ નોંધાવતા ટોરેન્ટો પોલીસે તપાસ હાથ ધરી છે. જોકે, હરિધામ સોખડાના કોઠારી સ્વામીએ આવી કોઇ ઘટના બની હોવાનો સાફ ઇનકાર કરી સંસ્થાને બદનામ કરવાનું કાવતરુ ગણાવ્યું હતું. સાધુ સુગ્નેયે આ આક્ષેપો ખોટા હોવાનું કહી સામે લડત આપવા તા. 6 માર્ચે ભગવા ત્યજી દીધા હોવાનું જણાવ્યું હતું.  
 
14 મહિના બાદ થઈ પોલીસ ફરિયાદ
 
કેનેડામાં રહેતી 30 વર્ષીય ગુજરાતી યુવતીએ સાધુ સુગ્નેય વિરૂદ્ધ જાતિય હુમલાનો આરોપ આરોપ લગાવ્યો હતો. ઓકટોબર 2015માં બનેલી ઘટનાની 14 મહિના બાદ ડિસેમ્બર 2016માં પોલીસ ફરિયાદ કરી હતી. જોકે, આ સમય દરમિયાન સાધુ  સુગ્નેય કેનેડાથી પરત સોખડા આવી ગયા હતાં.  યુવતીના આક્ષેપ સંદર્ભે હરિધામ સોખડાના કોઠારી પ્રેમ સ્વરૂપ સ્વામીએ જણાવ્યું હતું કે, આ બનાવ અંગે સંસ્થાને બદનામ કરવાનું કાવતરુ 2015 થી જ ચાલી રહ્યું છે. અમે તેનો કોઇ જવાબ આપ્યો નથી એટલે સંસ્થાને બદનામ કરવા પોલીસ ફરિયાદ કરી આક્ષેપો કરવામાં આવ્યા છે. આ બનાવમાં કોઇ તથ્ય નથી. તેમને સાધુ સુગ્નેય તે સમયે કેનેડામાં હોવાનો સ્વીકાર કર્યો હતો. આ સંદર્ભે સાધુ સુગ્નેયનું મંતવ્ય જાણવા divyabhaskar.comએ સાધુ સુગ્નેયનો SMS અને ફોનથી સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો હતો, પણ તેઓ કોઈ જવાબ આપી રહ્યા નથી. ઉલ્લેખનીય છે કે સાધુ સુગ્નય મૂળ આસોદર ગામના વતની છે. તેમને 17 વર્ષની ઉંમરે દીક્ષા લીધી હતી.
 
યુવતીને આપી હતી લાલચ
 
પ્રાપ્ત વિગતો અનુસાર વડોદરાના સોખડા સ્વામિનારાયણ મંદિરના સાધુ સુગ્નેય કેનેડાના પ્રવાસે ગયા હતા. આ દરમિયાન તેમણે ટોરેન્ટોમાં આવેલા સ્વામિનારાયણ મંદિર ખાતે ગુજરાતી યુવતીને લાલચ આપીને મંદિર બોલાવી હતી અને બાદમાં તેને રૂમમાં લઈ જઈને તેના પર દુષ્કર્મ ગુજાર્યું હતું. આ અંગે ટોરેન્ટો પોલીસમાં ફરિયાદ પણ નોંધવામાં આવી છે. ફરિયાદ પ્રમાણે, 30 વર્ષીય યુવતી તેના અંગત પ્રશ્નોના કારણે મેન્ટલી ડિસ્ટર્બ હતી. તેણી અવારનવાર તેના પ્રશ્નોના ઉકેલ અને માનસિક શાંતિ મેળવવા માટે ટોરેન્ટોના સ્વામિનારાયણ મંદિર જતી હતી. આ દરમિયાન તેની મુલાકાત વડોદરાના સોખડા સ્વામિનારાયણ મંદિરેથી કેનેડા પ્રવાસે ગયેલા સાધુ સુગ્નેય સાથે થઈ હતી. 
 
કેવી રીતે સામે આવ્યો મામલો
 
સ્વામિનારાયણ ભગવાન પ્રત્યે અપાર શ્રદ્ધા રાખનારી યુવતીને એમ લાગતું કે, સાધુ સુગ્નેય તેને પૂર્ણ રીતે મદદ કરશે. પરંતુ સાધુએ યુવતીને મદદ કરવાના બદલે તેનો ફાયદો ઉઠાવ્યો હતો. સુગ્નેય યુવતીને સોખડા મંદિરના વડા હરિપ્રસાદ સ્વામીના આશીર્વાદ અપાવવાની લાલચ આપીને તેના રૂમમાં લઈ ગયા અને યુવતીની ઈચ્છા વિરુદ્ધનું કૃત્ય આચર્યું. જોકે, પહેલા યુવતીએ આ અંગે કોઈને જાણ કરી નહોતી. પરંતુ સાધુ યુવતી સાથે ફોન અને મેસેજીસની વાતચીતમાં તેના પ્રેમમાં હોવાનું જણાવતો હતો. જેથી યુવતીએ કંટાળીને પરિવાર અને ટોરેન્ટો મંદિરના ટ્રસ્ટીને આ અંગે જાણ કરી હતી. 
 
આગળ વાંચો, યુવતી મને હેન્ડમસ કહીને લગ્ન કરવાની ઓફર કરતીઃ સુગ્નેય
(USA Gujarati News) સાથે જોડાયેલા અન્ય (NRG Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Swaminarayan monk Rape on girl in swaminarayan temple toronto canada
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended