Home »NRG »USA» Sunny Family Describes Teen Shot To Death In Mr. Hero Robbery As Hardworking And Kind

USમાં ગુમાવેલા પુત્રના પિતા, 'ઘરે જતા સની અચૂક પૂછતો પપ્પા દિવસ કેવો રહ્યો?'

divyabhaskar.com | Oct 18, 2016, 11:47 AM IST

  • પટેલ ફેમિલી. સની પટેલની બાળપણની તસવીર.
ઓહિયોઃમૂળ આણંદ જિલ્લાના સોજિત્રા તાલુકા સ્થિત ડેમોલ ગામના અને અમેરિકાના ઓહિયો ખાતે રહેતા કિશોરની એક અશ્વેતે લૂંટના ઈરાદે ગોળી મારી હત્યા કરી દીધી હતી. શાળાએથી છૂટ્યા બાદ કિશોર કાયમ તેના પરિવારને મદદરૂપ થવા માટે કાકાની શોપમાં જતો હતો. એકનો એક પુત્ર ગુમાવ્યા બાદ સનીનો પરિવાર ભાંડી પડ્યો તેમજ તેની સાથે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને શિક્ષકોમાં પણ ગમગીની છવાઇ ગઈ છે. 
 
સની ખુબ પ્રેમાળ હતો, સ્કૂલમાં પણ લાડકો હતો

એકના એક પુત્ર સનીને ગુમાવ્યા બાદ પરિવાર ઘેરા શોકમાં છે. પિતા રવિભાઈએ આક્રંદ કરતા જણાવ્યું હતું કે, 'સની ખુબ પ્રેમાળ સ્વભાવનો હતો. જ્યારે હું શોપ પરથી ઘરે પહોંચતો ત્યારે સની મને અચૂક પૂછતો હતો કે પપ્પા આજે દિવસ કેવો રહ્યો?' તેમને તેમના પ્રમાળ અને હોંશિયાર પુત્રને ગુમાવ્યાનું અત્યંત દુઃખ છે. પરંતુ પુત્રની હત્યા પાછળ જવાબદારને તેઓ માફી આપી રહ્યા હોવાનું રવિભાઈ પટેલે જણાવ્યું હતું. સની તેની સ્કૂલ મેરીફીલ્ડ હાઈસ્કૂલમાં પણ લાડકો વિદ્યાર્થી હતો. સનીની હત્યાની જાણ થતા જ સ્કૂલે તેની વેબસાઈટ પર આ ઘટના અંગે દુઃખ વ્યક્ત કરીને સનીના પરિવારજનોને સાંત્વના પાઠવતો સંદેશ આપ્યો હતો.
 
સ્કૂલેથી છૂટીને થતો પરિવારન મદદરૂપ

મળતી વિગતો અનુસાર ડેમોલ ગામના રવિભાઈ કાન્તિભાઈ પટેલ લગભગ પંદર વર્ષ પહેલા પરિવાર સાથે અમેરિકાના ઓહિયોમાં સ્થાયી થયા હતા. તેમનો 15 વર્ષીય પુત્ર સની ઓહિયોની મેફીલ્ડ હાઈસ્કૂલમાં અભ્યાસ કરતો હતો. સ્કૂલમાંથી છૂટ્યા બાદ તે પરિવારને મદદરૂપ થવા માટે તેના કાકાની સાઉથ ટ્રેલર રોડ પર સ્થિત મિ. હીરો સેન્ડવીચ શોપમાં કામ કરતો હતો. ગયા શુક્રવારે રાત્રે આઠ વાગ્યાના સુમારે સની શોપના કાઉન્ટર પાછળ તેનું કામ કરી રહ્યો હતો આ દરમિયાન શોપના તેના કાકા સહિત ત્રણ ગ્રાહકો પણ હાજર હતા. 
 
PM મોદી ગુજરાતીઓની સુરક્ષા માટે US સરકાર પાસે માંગણી કરે

સનીના કાકા મનુભાઈ પટેલે જણાવ્યું કે, રવિભાઈના એકના એક પુત્રની હત્યાથી સમગ્ર પરિવાર સ્તબ્ધ થઈ ગયો છે. અમેરિકામાં રહેતા ગુજરાતીઓ પર અવારનવાર આવા હુમલાઓ થાય છે. લૂંટના ઈરાદે અશ્વેતોનાં ઘાતકી હુમલાઓ વધી રહ્યા છે. આ અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકામાં રહેતા ગુજરાતીઓની સુરક્ષા માટે અમેરિકી સરકાર પાસે તાત્કાલિક યોગ્ય પગલા લેવા અને વ્યવસ્થા ગોઠવવાની માંગણી કરવી જોઈએ. 
 
અંતિમસંસ્કારમાં શિક્ષકો અને મિત્રો રહ્યા હાજર

સનીના અન્ય કાકા વિપુલભાઈ પટેલે જણાવ્યું કે, સની ખુબ જ લાગણીશીલ સ્વભાવનો હતો. સ્કૂલેથી છૂટ્યા બાદ તે ઘરે જવાના બદલે પરિવારને મદદરૂપ થવાના હેતુથી તે શોપ પર જતો રહેતો હતો. સનીની હત્યાના સમચારે સમગ્ર ગામમાં શોકની લાગણી પ્રસરાવી દીધી છે. તેઓએ ફોન દ્વારા રવિભાઈ પટેલનો સંપર્ક કર્યો હતો અને તેમને સાંત્વના આપી હતી. જોકે, સનીના અંતીમસંસ્કાર સોમવારે અમેરિકામાં જ પરિવરજનોની હાજરીમાં કરવામાં આવ્યા હતા. આ દરમિયાન તેના ઘણા બેસ્ટ ફ્રેન્ડ્સ તથા કેટલા શિક્ષકો પણ હાજર રહ્યા હતા.
 
અંતિમક્રિયામાં કેવ્સ કલરમાં હાજર રહ્યા લોકો

સોમવારે કરવામાં આવેલી સનીની અંતિમક્રિયામાં કેવ્સ કલરમાં કેટલાક લોકો હાજર રહ્યા હતા. કારણ કે બાસ્કેટબોલની કેવ્સ સનીને અત્યંત પ્રિય હતી. તે કેવ્સની ટીમની મેચ જોવાનું ક્યારે ચૂકતો નહોતો.
 
આગળની સ્લાઈડ્સમાં વાંચો સમગ્ર ઘટના અને જુઓ સનીની બાળપણથી અત્યાર સુધીની તસવીરો...
 
તસવીરો સૌજન્ય ફેસબુક
(USA Gujarati News) સાથે જોડાયેલા અન્ય (NRG Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Sunny family describes teen shot to death in Mr. Hero robbery as hardworking and kind
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended