Home »NRG »USA» Success Story Of America Based Patel Brother Stores Gujarati Owner

મહેસાણામાં હતું 8 વીઘાનું ખેતર,આ Patel Brothersએ USમાં ખોલ્યા 55 ગ્રોસરી સ્ટોર્સ

divyabhaskar.com | Mar 28, 2017, 17:34 PM IST

એનઆરજી ડેસ્કઃ અમેરિકામાં રહેતા ગુજરાતીઓ અનેક ક્ષેત્રમાં સફળ થયા છે. અમેરિકામાં મોટાભાગની મોટેલ, હોટેલ અને સ્ટોર્સના માલિકો ગુજરાતી છે. પણ 1968માં મહેસાણાના નાના એવા ગામથી અભ્યાસ માટે અમેરિકા ગયેલા મફતભાઈ પટેલ અને તેમના ભાઈ તુલસીભાઈએ સ્ટોર્સ ક્ષેત્રમાં મોટી સફળતા મેળવી છે. અમેરિકામાં ગુજરાતી અને ભઆરતીય લોકોની કરિયાણાની જરૂરિયાતને ધ્યાનમાં રાખી મફતભાઈ ભાઈ તુલસી સાથે મળીને શરૂ કરેલા ‘પટેલ બ્રધર્સ’ સ્ટોર્સની સંખ્યા આજે 55 પર પહોંચી છે. એટલું જ નહીં પોતાની બ્રાન્ડ અને ગ્રોસરી સ્ટોર્સ દ્વારા આ પટેલ ભાઈઓ અને તેમના સંતાન આજે કરોડો રૂપિયાનું ટર્નઓવર કરે છે.
મફતભાઈ અને તુલસીભાઈ મૂળ મહેસાણાના નાનકડા ભાન્ડુ ગામના છે. બન્ને ભાઈઓએ મળીને અમેરિકામાં 2016 સુધીમાં ‘પટેલ બ્રધર્સ’ના 50થી વધુ અને કેનેડામાં ત્રણ જગ્યાએ  સ્ટોર શરૂ કર્યાં છે. અમેરિકામાં ગ્રોસરી સ્ટોર ઉપરાંત ટ્રાવેલિંગ બિઝનેસમાં ‘એર ટુર્સ’ અને પેકેજ ફૂડમાં ‘સ્વાદ’ અને ‘રાજા ફૂડ્ઝ’ની બ્રાન્ડ પણ પટેલ ભાઈઓની માલિકીની છે.

(આગળ વાંચો મહેસાણાના નાનકડા ગામથી અમેરિકામાં 55 સ્ટોર્સના માલિક બનવા સુધીની સફર વિશે)
(USA Gujarati News) સાથે જોડાયેલા અન્ય (NRG Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Success Story of America Based Patel Brother Stores Gujarati Owner
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended