Home »NRG »USA» Set Your Clocks Ahead One Hour As Daylight Savings Time Starts

અમેરિકામાં ઘડિયાળનો કાંટો એક કલાક આગળ આવ્યો....

Rekha Patel, Delaware | Mar 13, 2017, 14:14 PM IST

ડેલાવેર (રેખા પટેલ દ્વારા): 
 
આ વર્ષે ૧૨મી માર્ચને રવિવારે અમેરિકામાં “ડે-લાઇટ સેવિંગમાં ઘડિયાળનો કાંટો એક કલાક આગળ આવ્યો. આવ્યો નથી પણ પરાણે લાવવામાં આવ્યો. સવારે આંખ ખુલી તો લાગ્યું હાશ હજુ સાત વાગ્યા છે. ત્યાં તો બાજુમાં પડેલા સેલ ફોનમાં નજર પડી " ઓહ આ તો આઠ વાગી ગયા". ઓપ્સ હવે કલાક વહેલા જાગવાનું. ફટાફટ બધા કલોકના સમય બદલાઈ ગયા. સમય તો ઘડિયાળના કાંટા ઉપર ચડી દોડ્યા જ કરવાનો. હવે દોડવાનું આપણે છે તેના કહ્યા પ્રમાણે. સુરજ વહેલો ઉગી જવાનો માટે સવારે છ વાગે તો ડોકિયું કરવા આવી પહોચશે. જોકે હજુ અહી વિન્ટર છે તો સૂરજનું વહેલા ઉગવાનું આવવું બહુ ગમશે. પણ જુન જુલાઈમાં જરા અઘરું પડશે. ગરમીમાં સુરજની ગરમી ગમતી નથી. મોર્નીગ વોક માટે સવારનો સમય બેસ્ટ હોય છે, જે સાત વાગે પણ મોડો લાગે છે. 
 
હા પણ ગમતી વાત એ છે કે હવે ડે લાઈટ સેવિંગ એટલે દિવસ લાંબો અને અંધકાર મોડો થશે. નવેમ્બરમાં ચાર વાગતાં સુધીમાં તો ઘેરામાં લેતું અંઘારૂ બદલે હવે સાંજે વાગ્યાં સુધી અજવાળું હસતું રહેશે. પરિણામે સમરને એન્જોય કરવાનો ટાઈમ વધી જાય છે. વિન્ટરમાં સાંજે પાંચ વાગ્યા સુધીમાં સર્વત્ર સોંપો પડી જાય છે તેના બદલે આઠ નવ વાગ્યા સુધી બહાર લોકોની ચહલપહલ જોવાનો લ્હાવો મળતો રહેશે.
 
આ બધામાં જ્યારે દુનિયાના બીજા દેશો સાથે સમયનો આંકડો મેળવવાનો થયા છે ત્યારે વર્લ્ડ કલોક જોવું પડે છે. અહી સમય બદલાયો તેનો અર્થ એ નથી કે બધે કાંટા દોડીને આગળ પાછળ થાય. પહેલા અમેરિકાના ઇસ્ટર્ન ટાઈમ અને ભારતના ટાઈમ વચ્ચે સાડા નવ કલાકનો ફર્ક હતો, જે બદલાઈને હવે દોઢ કલાકનો થઇ ગયો છે. 
 
બરાબર આજ રીતે ફોલ એટલે કે પાનખરમાં આજ ઘડિયાળનો કાંટો એક કલાક પાછળ જાય છે. અને સમયનું બેલેન્સ જળવાઈ રહે છે. 
 
"બદલાતા મૌસમ સાથે અહી સમય પણ બદલાય છે તો સાથે આપણે પણ બદલાવું રહ્યું." 
(USA Gujarati News) સાથે જોડાયેલા અન્ય (NRG Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Set Your Clocks Ahead One Hour as Daylight Savings Time Starts
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended