Home »NRG »USA» Some Unknown Stories About Mammoth Lakes California Usa

USમાં આવેલું છે સ્વર્ગ સમું મેમેત લેકસ: દરેક લેકનું પાણી છે અલગ રંગનું

divyabhaskar.com | May 11, 2017, 12:52 PM IST

  • 10 હજારની વસ્તીમાં છે બે ગુજરાતી પરિવાર
ડેલાવરથી રેખા પટેલ દ્વારા:કેલિફોર્નિયાના નોર્થ વેસ્ટમાં સિયેરા માઉન્ટેનની હારમાળાની વચમાં આવેલું મેમત લેક્સ નામનું ટાઉન હિલસ્ટેશનની સુંદરતા વિષે ખાસ જાણવા જેવું ખરું. અહીંયા મુલાકાતે ગયેલા અમારા પ્રતિનિધિ રેખાબેન પટેલે તેમના અનુભવ અમારી સાથે શેર કર્યા હતા. અહીં અમેરિકામાં રહેતા મોટાભાગનાં લોકોને પણ અહીંની સુંદરતાનો ખ્યાલ નથી માટે આ જગ્યાને અનટચ્ડ બ્યુટી પણ કહી શકાય. અહીંનું પોપ્યુલેશન 10,000 છે, જ્યાં માત્ર 2 ગુજરાતી પરિવાર રહે છે. 
 
10 હજારની વસ્તીમાં છે પટેલ પરિવાર

ટુરિસ્ટ એરિયાને કારણે અહીં મોટેલ બિઝનેસ બહુ સારા ચાલે છે. વર્ષ દરમિયાન એક લાખ ટુરિસ્ટો અહીં આવે છે, જેમાં મોટાભાગે યુરોપિયન લોકો હોય છે. મેમેત વિન્ટરમાં સ્કી માટે ખુબ પ્રખ્યાત છે. નવેમ્બરથી માર્ચ દરમિયાન અહીંયા સ્કી માટે વિઝિટર્સ આવતા રહે છે તથા મે મહિનાથી ફિશિંગ માટે લોકો આવતા હોય છે. આમ આખું વર્ષ અહીં ટુરિસ્ટનો ધસારો રહે છે. અહીં રહેતાં બંને ગુજરાતી પરિવાર મોટેલના માલિક છે. છેલ્લા 10 વર્ષથી રહેતા મોટેલના માલિક કિરીટ પટેલ સાથે વાતચીત દરમિયાન જાણવા મળ્યું કે, આ ટાઉનમાં માત્ર એક જ ગ્રોસરી સ્ટોર છે. જ્યાં માત્ર અમેરિકન ગ્રોસરી મળે છે. બાકી ઇન્ડિયન ગ્રોસરી કે મોલના શોપિંગ માટે લોસ એન્જેલસ પાંચ કલાક ડ્રાઇવ કરીને જવું પડે છે. 
 
21 લેકથી ઘેરાયેલું મેમત શહેર

કુદરતના સૌંદર્ય સામે આપણે તો કશું જ નથી એ વાતની પૂર્તિ અહીં આવતાની સાથે થઈ જાય છે. 21 લેકથી ઘેરાયેલું મેમત શહેર 9000 ફૂટની ઊંચાઈ ઉપર અધધધ સૌંદર્ય ધરાવે છે. લોસ એન્જેલસથી સાડા પાંચ કલાક દૂર આવેલું આ પૃથ્વી ઉપરનું સ્વર્ગ અલગ અલગ સૌંદર્યનું માલિક છે. આ જગ્યાની એક ખૂબી વિષે જાણીએ તો અહીંના લેક મહી અલગ અલગ રંગના પાણી જણાય છે. ભૂખરું, ભૂરું, લીલાશ પડતું નીલુ કે પછી લીલું કાચ જેવું ક્યાંક બરફથી ઢંકાયેલા શિખરો તો ક્યાંક ખળખળ વહેતા ઝરણાં તો વળી થીજી ગયેલા પાણીના ધોધ. 
 
પાણી દરિયા કરતા ડબલ ખારાશ ધરાવે છે

મોનો લેક નામના વિશાળ સરોવરની ખાસિયત વિષે જાણીએ તો અહીંનું પાણી દરિયા કરતા ડબલ ખારાશ ધરાવે છે. કેલ્શ્યમ કાર્બોનેટ અને ઓક્સિજનના સંયોજનની લાખો વર્ષથી ચાલતી રાસાયણિક પ્રક્રિયાને કારણે રોક ફોર્મેશન બન્યા છે, જે મિનેચર મહેલ જેવી રચનાઓ દેખાય છે. અદભૂત રચનાઓ દેખાય છે અને આજ કારણે અહીંયા વિશાળ સરોવરમાં પાણીના રંગમાં લીલાશ દેખાય છે. આ બધું 20 માઈલમાં એક સાથે જોવા મળે તેને સ્વર્ગની ઉપમાં આપવી જરાય અતિશયોક્તિ નથી. 
 
આગળ જૂઓઃ સ્વર્ગ સમું મેમેત લેકસની વધુ તસવીરો...
(USA Gujarati News) સાથે જોડાયેલા અન્ય (NRG Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Some Unknown Stories About Mammoth Lakes California usa
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended