Home »NRG »USA» See Wondrous View Of Florida Destiny Beach

ભૂરા લીલાશ પડતા પાણીથી લહેરાતો દરિયો, અદ્દભુત છે ફ્લોરીડાના આ બીચનો નજારો

divyabhaskar.com | Mar 31, 2017, 12:58 PM IST

  • મોંઘા આઈલેન્ડ પર જવાનું શક્ય ન હોય તો માણી શકાય છે ડેસ્ટીન બીચની મજા
ફ્લોરિડા(રેખા પટેલ દ્વારા):ભૂરા લીલાશ પડતા પાણીથી લહેરાતો દરિયો અને સામે સફેદ રેતીથી શોભતો કિનારો જેની શોભા કંઇક અલગ જ હોય છે. દરિયા કિનારે ચારેય તરફ કોઈ બરફનું સફેદ ઝીણું મુલાયમ ઝીણ પાથરી ગયું હોય તેવો આભાસ થતો હોય છે. આ બીચ એ ફ્લોરીડાથી નોર્થવેસ્ટમાં આવેલા પેન હેન્ડલ તરીકે જાણીતા એરીયાના ડેસ્ટીન સીટીમાં આવેલો છે. 
 
નયનરમ્ય છે ગોલ્ફ કોર્સ

ડેસ્ટીન બીચ વિસ્તાર 'ગલ્ફ ઓફ મેક્સિકો' તરીકે પણ જાણીતો છે. આ બીચની ખાસિયત એ છે કે, અહીંયા કિનારાની રેતી સફેદ છે અને જેના કારણે બીચનું પાણી એકદમ ચોખ્ખું દેખાય છે. કિનારે પાણીના તળિયે પડેલી પેની પણ ચમકતી દેખાય છે. આ બીચ ફ્લોરીડાનો મોસ્ટ સિનિક બીચ કહેવાય છે. આજુબાજુ આવેલા બીચ કરતા અહીની સુંદરતા વધુ છે જેના કારણે આ બીચ વધુ જાણીતો અને મોંઘો છે. ડેસ્ટીન સિટીમાં મોટાભાગે પૈસાદાર લોકો બીચ હાઉસ કે વેકેશન હોમ રાખીને રહેતા જોવા મળે છે. 2007માં આવેલી મંદીમાં આજુબાજુના વિસ્તારોમાં પ્રોપર્ટીઓનાં ભાવ સાવ તળિયે બેસી ગયા હતા છતાં અહી ખાસ એવો ઘટાળો જોવા મળ્યો નહોતો. આ એરિયા ગોલ્ફ રમનારા માટે પ્રખ્યાત છે. અહીંયા નયનરમ્ય ગોલ્ફ કોર્સ બનાવવામાં આવ્યા છે. 
 
ગુજરાતીઓ ધરાવે મોટેલ

ઘણાં ગુજરાતીઓ અહીંયા મોટેલના ઘંઘામાં સારું કમાઈ રહ્યા છે. ડેસ્ટીનબીચનો બોર્ડવોક પણ એટલો જ સુંદર છે. અહીંયા આવનાર ટુરિસ્ટ માટે ફિશિંગ, કેમ્પીંગ તથા વોટરપાર્ક જેવા સ્થળો પણ જોવા મળે છે. સીટીનું પોપ્યુલેશન આસરે 15000 હશે જેમાં વ્હાઈટ અમેરિકાનો વધુ પ્રમાણમાં 90 ટકા જોવા મળે છે. ત્યારબાદ સ્પેનીશ અને લેટીન અમેરિકન અને એશિયન આવે છે. આફ્રિકન અમેરિકનોની સંખ્યા માત્ર 1 ટકો છે. તેમજ અહીંયા ક્રાઈમનો દર બહુ ઓછો છે. અમેરિકામાં રહીને પણ ટર્ક એન્ડ કેકોઝ જેવા મોંઘા આઈલેન્ડ ઉપર જવાનું શક્ય નાં બને તેમ હોય તેમણે ડેસ્ટીન બીચ ઉપર 2 દિવસ રહી આવવું જોઈએ. જેથી ત્યાં મળતી સુંદરતાની અસ્સલ ઝાંખી થઇ શકે. 
 
આગળ જુઓઃ ડેસ્ટીન બીચની વધુ તસવીરો...
(USA Gujarati News) સાથે જોડાયેલા અન્ય (NRG Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: See wondrous view of Florida Destiny Beach
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended