Home »NRG »USA» Samsung Think Team Head Pranav Wife Yijia Chen Gave Birth To Daughter

સેમસંગનો વાઈસ પ્રેસિડેન્ટ છે પાલનપુરનો આ ગુજરાતી, ચીની સેલિબ્રિટી પર આવી ગયું હતું દિલ

divyabhaskar.com | Apr 23, 2017, 15:34 PM IST

  • સોશિયલ મીડિયા પર પ્રણવે પુત્રીની જાહેરાત કરી હતી.
એનઆરજી ડેસ્કઃસેમસંગ કંપનીની થિંક ટીમના હેડ એવા ગુજ્જુ જીનિયસ પ્રણવ મિસ્ત્રીના ઘરે પુત્રીનો જન્મ થયો છે. આ પહેલા તેમને એક પુત્ર 'એવમ(AEVUM)' પણ છે. પ્રણવે 19 એપ્રિલના રોજ સોશિયલ મીડિયા દ્વારા આ માહિતી શેર કરી હતી. પ્રણવે પુત્રીનું નામ 'એઓના(AIONA)' રાખ્યું છે. પાલનપુરમાં જન્મેલા પ્રણવ મિસ્ત્રીના લગ્ન ચીની સેલિબ્રિટી યિજીયા ચેન સાથે થયા છે. 
 
સેમસંગની 6 જેટલી પેટન્ટ છે ગુજ્જુ ઈનોવેટરને નામે

પાલનપુરમાં મધ્યમવર્ગીય પરિવારમાં જન્મેલ પ્રણવ મિસ્ત્રી આજે સેમસંગ કંપનીની થિંક ટીમના હેડ છે. તે સિવાય સેમસંગના ગ્લોબલ વાઇસ પ્રેસિડેન્ટનું પદ પણ પ્રણવ સંભાળે છે. સેમસંગના લેટેસ્ટ ગેજેટ્સ જેવા કે ગેલેક્સી S7 edge, ગેલેક્સી ગિયર (સેમસંગની સ્માર્ટ વોચ)ની પાછળ પ્રણવ તથા તેમની ટીમ જવાબદાર છે. TED talk - 2009 (ટેક્નોલોજી, એન્ટરટેઇનમેન્ટ, ડિઝાઇન)માં પ્રણવે સિક્સ્થ સેન્સ વિયરેબલ ડિવાઇસ રજૂ કરીને વૈશ્વિક ખ્યાતિ મેળવી હતી. છ જેટલી પેટન્ટ પણ આ ગુજ્જુ ઇનોવેટરને નામ બોલે છે. ગુજરાતના નાનકડા ટાઉન પાલનપુરથી સેમસંગ સુધી પહોંચેલા પ્રણવની સક્સેસ સ્ટોરીની જેમ લવ સ્ટોરી પણ ઇન્ટરેસ્ટિંગ છે. પ્રણવે divyabhaskar.com સાથે થયેલી વાતચીતમાં પોતાની પત્ની વિશે ઇન્ટરેસ્ટિંગ વાતો શેર કરી હતી.  
 
એવોર્ડ ફંક્શનમાં પહેલી મુલાકાત

પોતાની લવ સ્ટોરી શેર કરતાં પ્રણવે જણાવ્યું હતું કે, મારી વાઇફ યિજીયા ચેન ચાઇનીઝ છે. અમે પહેલીવાર મેસેચ્યુસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી (MIT)માં પહેલીવાર મળ્યા હતા. યિજીયા MITના મેગેઝિન MIT ટેક્નોલોજી રિવ્યૂની હેડ હતી. MIT ટેક્નોલોજી રિવ્યૂ દ્વારા 35 વર્ષથી ઓછી ઉંમરના ઇન્વેન્ટર્સ માટે એક એવોર્ડ સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. મને પણ મારા ઇનોવેશન માટે એવોર્ડ મળ્યો હતો. ત્યારે અમારી મુલાકાત નાનકડી હતી. 
 
આગળ વાંચોઃ યિજીયાએ એક ઇવેન્ટમાં ભાગ લેવા ચીન આવવા ઇન્વાઇટ કર્યો
(USA Gujarati News) સાથે જોડાયેલા અન્ય (NRG Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: samsung think team head pranav wife yijia chen gave birth to daughter
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended