Home »NRG »USA» Salem Store Owner Yogesh Patel Drills Holes In Illegally Parked Cars

USમાં પટેલ ભાઈઓનું કારનામું: સ્ટોર સામે પાર્ક ગાડીઓમાં કર્યા પંક્ચર

divyabhaskar.com | May 11, 2017, 15:51 PM IST

  • ઈન્સેટમાં સ્ટોર માલિક યોગેશ પટેલ
અમેરિકાઃસેલમમાં આવેલા સ્ટોરના ગુજરાતી માલિક પર તેમની પાર્કિંગની જગ્યામાં ગેરકાયદેસર રીતે પાર્ક કરેલી કારમાં તોડફોડ કરવાનો આરોપ મૂક્યો છે. સ્ટોર માલિક અને તેનો એક કર્મચારી અંદાજે 20 જેટલી ગાડીઓને પંક્ચર કર્યા હોવાનું પોલીસ વિભાગ તરફથી જાણવા મળ્યું છે. પોલીસે આ માટે બન્નેની ધરપકડ પણ કરી હતી.
 
શું કહે છે પોલીસ?

પોલીસનું કહેવું છે કે, સેલમના કન્વીનિઅન્સ સ્ટોરના માલિક અને તેમનો એક કર્મચારી તેમના સ્ટોરની બહાર પાર્ક કરવામાં આવેલી ગાડીઓના ટાયરને નુકશાન પહોંચાડી રહ્યા હોવાનું સિક્યોરિટી કેમેરામાં જોઈ શકાય છે. તેમના સ્ટોરની બહાર ઘણી ગાડીઓ ઉભી હોવાનું પણ ફૂટેજમાં જોવા મળે છે. પોલીસે વધુમાં જણાવ્યું કે, 540 સાઉથ બ્રોડવે ખાતે એમ એન્ડ એન બોર્ડરલાઇન ડિસ્કાઉન્ટના માલિક યોગેશ પટેલે તેમની દુકાન સામે ગેરકાયદેસર પાર્ક કરેલી અનેક કાર્સની જાણ કરવા માટે શુક્રવારે 8:37 કલાકે પોલીસને ફોન કર્યો હતો. આ દરમિયાન અધિકારીઓએ 10 કારની તપાસ કરી હતી જેમાં દરેકમાં એક અથવા વધુ ફ્લેટ ટાયર હતા.
 
20થી વધુ ટાયરને પંક્ચર પાડ્યા

પોલીસ પ્રમાણે, દુકાનદાર કર્મચારીની 43 વર્ષીય દીપકકુમાર પટેલ તરીકે ઓળખ કરવામાં આવી છે. તેઓ પહેલા કાર માટે પોલીસને બોલાવી હતી, બાદમાં સ્ટોરમાંથી બહાર આવ્યા અને 20થી વધુ ટાયરોમાં પંક્ચર પાડી દીધા હતા. પોલીસે કારની તોડફોડ કરતા સર્વેલન્સ ફૂટેજના વીડિયોની તપાસ કરી હતી. જેમાં બતાવવામાં આવ્યું છે કે, તેઓ કથિત રીતે ટાયરમાં પંક્ચર કરી રહ્યા હતા. 
 
બંન્નેની ધરપકડ કરવામાં આવી હતી

બન્નેને ધરપકડ કરવામાં આવી હતી અને 1500 ડોલરથી વધુની ફોજદારી પુરાવા અને ફોજદારી ગુના કરવાના ષડયંત્રની વિરુદ્ધ આરોપ લગાવવામાં આવ્યો છે. તેઓને 28 મી જૂને આચારસંહિતાની તારીખ સાથે 5,000 ડોલરની જામીન પર છૂટા કરવામાં આવ્યા હતા અને સલેમમાં 10મી સર્કિટ કોર્ટમાં દલીલ કરવામાં આવે તેવી શક્યતા છે.
 
આગળ જૂઓઃ સીસીટીવીમાં કેદ થયેલી ઘટનાની વધુ તસવીરો...
(USA Gujarati News) સાથે જોડાયેલા અન્ય (NRG Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Salem store owner yogesh patel drills holes in illegally parked cars
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended