Home »NRG »USA» Reward Offer For Conviction Of Suspect Who Murdered Maulik Patel

'પપ્પા ક્યારે આવશે?', USમાં પિતાની હત્યાના દોઢ વર્ષ બાદ માસૂમનો એક જ સવાલ

divyabhaskar.com | Apr 13, 2017, 15:36 PM IST

  • મૃતક મૌલિક પટેલ તેની પત્ની અને બાળક સાથેની ફાઇલ તસવીર
અમેરિકાઃગત વર્ષે 11 જાન્યુઆરી, 2016ના રોજ એક ગુજરાતી સ્ટોર માલિકની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. ગોળી મારનાર વ્યક્તિને પકડવા તથા તેની ઓળખ કરવા માટે મૌલિક પટેલના પરિવારે 30 હજાર ડોલર(અંદાજે 20 લાખ) ઈનામની રકમ રાખી છે. અમેરિકાના શેનલ્યુજમાં ગેસ સ્ટેશન બંધ કરી ઘર તરફ જઇ રહેલા કલોલના એક પટેલ યુવાનને અશ્વેત યુવકે નિશાન બનાવ્યો હતો. લૂંટના ઇરાદે કરવામાં આવેલા ફાયરિંગમાં 3 ગોળીઓ શરીરમાં ઉતરી જતા મૌલિક પટેલનું કારમાં જ મોત નિપજ્યું હતું. મૌલીક પટેલના મૃત્યુથી પરિવાર આજે દોઢ વર્ષ બાદ પણ ઘેરા શોકમાં ડૂબેલો છે.
 
શું છે સમગ્ર ઘટના?

31 વર્ષીય મૌલિક માઈક પટેલ નેચરલ બ્રિજ રોડ અને ગુડફેલો બુલેવાર્ડમાં ગલ્ફ કન્વિનિયંસ સ્ટોરની માલિકી ધરાવતો હતો. તેના પરિવારજનો કહે છે કે, તે શૂટિંગની રાત્રે કામ કરીને કારમાં ઘર તરફ જઇ રહ્યો હતો ત્યારે શેનલ્યુજ વિસ્તારમાં અશ્વેતે લૂંટના ઇરાદે તેમના પર ફાયરિંગ કર્યુ હતું. જેમાં 3 ગોળીઓ વાગતા તેનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. મૌલિક પરિવાર સાથે 5 દિવસ ફરવા ગયો હતો અને ત્યાથી પરત ફર્યા બાદ તેમના સ્ટોરમાં આવેલા રોકડ અને કામગીરી જોવા માટે ગયો હતો. 
 
શું કહે છે મૌલિકની પત્ની અને પુત્ર?

તેની પત્ની રિપલ પટેલે સ્થાનિક મીડિયાને જણાવ્યું કે, 'મને હજુ પણ એમ જ લાગે છે તે પાછા આવશે, તે દરરોજે પાછા આવશે. મારો પુત્ર રોજે મને પૂછે છે કે, મમ્મી, પપ્પા ક્યારે પાછા આવશે? દરરોજે સવારે એક જ સવાલ કરે છે. 11 જાન્યુઆરીની રાતથી જાણે મારી આખી જીંદગી જ બદલાઈ ગઈ.' વધુમાં મૌલિકની પત્ની કહે છે કે, મને સહેજ પણ સમજાતું નથી કે તે તેના ચાર વર્ષના પુત્રને છોડીને કેમ જતા રહ્યા? આ કોણે કર્યું? તેણે આવું કેમ કર્યું? શું વાત હતી? મારો પતિ નિર્દોષ હતો? તેણે ક્યારેય તેના જીવનમાં ખોટું નથી કર્યું કે, કોઈ તેને આ રીતે મારી નાખે. 
 
પરિવારને શું છે આશા?

પટેલને આજે પણ સખત મહેનત કરનાર વ્યક્તિ તરીકે યાદ કરવામાં આવે છે, જે કાયમ તેમના પરિવારને પહેલા રાખતો હતો. મૌલિક પટેલના ભાઈ સમીર પટેલ જણાવે છે કે, મારા જીવનનો સૌથી અમેઝિંગ આકર્ષક વ્યક્તિ હતો અને શરમજનક બાબત છે કે તેના જીવનનો આ રીતે અંત આવ્યો. મૌલિક પટેલના પરિવારને આશા છે કે, ઈનામથી પ્રત્યક્ષદર્શી સામે આવે અને પોલીસ સાથે વાત કરે જેથી જવાબદાર વ્યક્તિ અન્ય કોઈને ઈજા પહોંચાડે તે પહેલા પોલીસ તેને પકડી લ્યે. સમીર પટેલ જણાવે છે કે, આ તમારો પરિવાર હોઈ શકે છે અને જો કોઈ પણ આગળ ન આવે તો તમને કેવું લાગશે?
 
આગળ જુઓ, મૌલિક પટેલ અને તેના પરિવારની વધુ તસવીરો...
(USA Gujarati News) સાથે જોડાયેલા અન્ય (NRG Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Reward offer for conviction of suspect who murdered Maulik Patel
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended