Home »NRG »USA» Rekha Patel Gets Women History Of The Month Award By Nally Paul

USA:આ ગુજરાતીને મળ્યો 'વુમન હિસ્ટ્રી ઓફ મંથ'નો એવોર્ડ, અન્ય 9 મહિલાઓ પણ સન્માનિત

divyabhaskar.com | Apr 10, 2017, 21:56 PM IST

ડેલાવર(રેખા વિનોદ પટેલ દ્વારા): ન્યુજર્સીના સેનેટર નેલી પોએ તરફથી 31 માર્ચના દિવસે પેટરસન મ્યુઝીયમ ખાતે 'વુમન હિસ્ટ્રી ઓફ મંથ' એવોર્ડથી ન્યુજર્સીના રેખાબેન પટેલને બિરદાવવામાં આવ્યા હતા. રેખાબેન ગુજરાતમાં મૂળ ભાદરણના વતની છે. તેઓ મુંબઈની ભવન્સ કોલેજમાંથી ગ્રેજ્યુએટ થયા હતા. લગ્ન બાદ કૌશિકભાઈ સાથે 41 વર્ષ પહેલા અહી અમેરિકાનાં ન્યુજર્સીમાં આવી સ્થાઈ થયા. મૂળ નડિયાદના વતની કૌશિકભાઈ ચાર્ટડ એકાઉન્ટ થયેલા છે.
 
બેંકમાં જોબ સાથે પરિવારનું રાખે છે ધ્યાન

આજથી વર્ષો પહેલા જ્યારે કૌશિકભાઈએ પોતાના ઘરના એક રૂમમાંથી પોતાની એકાઉન્ટ ફર્મ શરુ કરી હતી. ત્યારે રેખાબેને ઓફિસથી લઇ ક્લાયન્ટને સંભાળવા સુધીની બધી જવાબદારી પોતાને શિરે લઇ લીધી હતી. આ સાથે તેઓ બેંકમાં પણ જોબ કરતા ઘર અને બંને દીકરાઓનું ઘ્યાન રાખતા હતા. અમેરિકામાં વર્કિંગ વુમન તરીકે બહાર મોર્ડન વિચારો લઇ કામ કરવાનું અને ઘરમાં ભારતીયતા જાળવી બાળકો સાથે ઘરસંસારનું જતન કરવું એ જરા પણ સહેલું નથી. રેખાબેન આ બંને કામ બાખૂબી નિભાવતા રહ્યા હતા. પતિને હર કદમ પર સાથ આપી આજે ન્યુજર્સીનાં ફેરફિલ્ડ એરિયામાં પોતાની ઓફીસ સ્થાપવામાં ફાળો આપ્યો છે.
 
આ કારણે આપવામાં આવ્યો એવોર્ડ

આ સાથે તેઓ સમાજ સેવાના કાર્યમાં પણ આગળ રહ્યા છે. પછી ભલેને મંદિરમાં સેવા આપવાની હોય કે અનાથાશ્રમમાં ફંડ આપવાની વાત હોય, કોઈને નાણાંકીય તકલીફ હોય કે પછી એકલા રહેતા વૃદ્ધોને કોઈ સહાયની જરૂર હોય તો રેખાબેન હંમેશા આગળ રહેતા. તેમના આ બધા કાર્યોને ઘ્યાનમાં લઇ ન્યુજર્સીના સેનેટર નેલી પોએ તરફથી એવોર્ડ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા.
 
ગુજરાતીઓ માટે ગર્વની વાત

ન્યુજર્સીમાં નેલી પોએ નવ સ્ત્રીઓને તેમના આર્થિક અને સામાજિક ક્ષેત્રે થયેલી પ્રગતિ બદલ આ એવોર્ડથી નવાજ્યાં હતા તેઓનું કહેવું હતું કે, આવી સ્ત્રીઓ જે કુટુંબને એક સૂત્રમાં બાંધી રાખવા પત્ની ,વહુ, મા બહેન આન્ટી, દાદી જેવા અનેક સ્વરૂપોમાં જીવતી રહી બહાર સામાજિક સરકારી કે નોન સરકારી ઓફિસોમાં કામ કરીને સાથે અનેક પ્રકારની સેવાઓ અર્પીને પોતાનું નામ ઉજળું કરી રહી છે તેઓ આવા એવોર્ડની હકદાર છે. રેખાબેન ઉપર ગુજરાતી હોવાના નાતે આપણને પણ ગર્વ થાય તે સ્વાભાવિક છે. 
 
 
આગળની સ્લાઈડ્સમાં જુઓ, વધુ તસવીરો...
(USA Gujarati News) સાથે જોડાયેલા અન્ય (NRG Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Rekha patel gets women history of the month award by nally paul
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended