Home »NRG »USA» Raghuveer Chaudhari Greetings And Lecture Program Held At Pennsylvania

પેન્સેલવેનિયા: 21મીએ રઘુવીર ચૌધરીનું અભિવાદન-વ્યાખ્યાન સભારંભ યોજાશે

divyabhaskar.com | Oct 17, 2016, 15:12 PM IST

  • પેન્સેલવેનિયા: 21મીએ રઘુવીર ચૌધરીનું અભિવાદન-વ્યાખ્યાન સભારંભ યોજાશે,  usa news in gujarati
ન્યૂજર્સી:અમેરિકાની મુલાકાતે ગયેલા જ્ઞાનપીઠ એવોર્ડ વિજેતા રઘુવીર ચૌધરીનું પેન્સેલવેનિયા(ફિલાડલ્ફિયા)માં ડો મીરા પીર અને દેવેન્દ્ર પીરના યજમાનપદે તેમના નિવાસસ્થાન ખાતે અભિવાદન અને વ્યાખ્યાન આયોજન કરવામાં આવ્યું છે. 21મી ઓક્ટોબરે સાંજે છ વાગે યોજાનારા આ સભારંભમાં કોઈ પણ સાહિત્યરસિક ભાગ લઈ શકશે. જેના માટે 20 ઓક્ટોબર સુધીમાં જીતુભાઈ ગાંધીને 2038705725 પર ફોન અથવા jvg1944@gmail.com પર જાણ કરી શકાશે. રઘુવીર ચૌધરી અમેરિકામાં ગુજરાતી ભાષા વિશે પોતાને અનુકુળ વિષય પર વ્યાખ્યાન આપશે.

દેવેન્દ્ર પીરે જણાવ્યું હતું કે, રઘુવીરભાઈ જેવા સાહિત્યકારનું પેન્સેવેલિયાના સાહિત્યરસિકો વતી અભિવાદન કરતા અમે ધન્યતા અને આનંદની લાગણી અનુભવીશું. રઘુવીરભાઈ જ્ઞાનપીઠ પુરસ્કૃત સાહિત્યકાર અને જાણીતા વક્તા છે, હિન્દી ભાષાના પ્રાધ્યાપક રહી ચુકેલા રઘુવીરભાઈ સાદુ જીવન જીવે છે. ફાધર વાલેસના શબ્દોમાં કહીએ તો છેલ્લા ઘણા દાયકાઓથી ગુજરાતી સાહિત્યનો દોર સાચવી રહ્યાં છે.
 
આ સરનામા પર યોજાશે કાર્યક્રમ
(Devendra T. Peer &  Meeta Peer, 2300 Deer Path Road, Huntingdon Valley, PA 19006, USA,  Phone 001 215 947 9083, Mobile 001 267 253 5090, devendrap@aol.com)
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Raghuveer Chaudhari Greetings And lecture program held at Pennsylvania
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

      PrevNextNext