Home »NRG »USA» Raas, Garba Dance And Dandia Event University Of California, Irvine

US: કેલિફોર્નિયામાં ગરબામાં ઉમટ્યું માનવ મહેરામણ, સર્જાયો વતન જેવો માહોલ

divyabhaskar.com | Oct 14, 2016, 13:26 PM IST

કેલિફોર્નિયાઃગુજરાતની સાથે સાથે હવે નવરાત્રિની પરંપરાગત રીતે ઉજવણી વિદેશોમાં પણ ધામધૂમથી કરવામાં આવી રહી છે. આયોજકો દ્વારા શહેરોના વિવિધ હોલ બુક કરાવીને તેમાં રાસ ગરબાનું આયોજન કરવામાં આવે છે. આવું જ એક ભવ્ય આયોજન યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા, ઇર્વિન ખાતે કરવામાં આવ્યું હતું, જેમાં રાસ, ગરબા ડાન્સ અને દાંડિયા ગુજરાતી લોકો મન મૂકીને રમ્યા હતા. મોટી સંખ્યામાં ઉમટી પડેલા માનવ મહેરામણે લાઈવ ગરબાનો ભરપૂર આનંદ લીધો હતો. પરંપરાગત પોશાકમાં આવેલા ગુજરાતીઓએ પહેલા માતાજીની આરતી કરી હતી બાદમાં ગરબાના કાર્યક્રમની શરૂઆત કરી હતી.
 
આગળની સ્લાઈડ્સમાં જુઓ, ગરબાના ભવ્ય આયોજનની વધુ તસવીરો...
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: raas, garba dance and dandia event University of California, Irvine
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

      PrevNextNext