Home »NRG »USA» Prem Bhanderi Demand From PM Narendra Modi For Voting Right For NRIs

પ્રવાસી ભારતીયો માટે વડાપ્રધાન મોદી પાસે મતદાનના અધિકારની માંગણી

SUNIL CHOUDHARY | Jan 02, 2017, 18:59 PM IST

જોધપુર: ન્યુયોર્કમાં રહેનારા જોધપુરના પ્રવાસી ભારતીય અને સામાજિક કાર્યકર્તા પ્રેમ ભંડારીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાસે દુનિયાભરમાં વસતા 1.60 કરોડ પ્રવાસી ભારતીય લોકોને પોતાના દેશમાં મતદાનની સુવિધા મળી રહે તે માટે માંગ કરી છે. આ માટે કેન્દ્ર સરકાર તરફથી સહમતિ હોવા છતા સંસદમા સૂચિત સુધારાનો પ્રસ્તાવ હજુ સુધી લાવવામાં નથી આવ્યો.

આ છે મામલો
 
- પ્રેમ ભંડારીએ જણાવ્યુ કે, દુનિયાના વિવિધ દેશોમાં ભારતના 1.60 કરોડ નાગરિકો વસવાટ કરી રહ્યાં છે. જેની પાસે ભારતીય નાગરિકતા છે.
- આ તમામ લોકોને ભારતમાં મતદાન કરવાનો અધિકાર છે. પણ આ માટે વ્યક્તિગત રૂપથી ઉપસ્થિત હોવાનુ અનિવાર્ય છે.
- પૂર્વમાં આ અધિકાર ન હતો, પણ વર્ષ 2010માં સંશોધન કરીને પાસપોર્ટના આધારે પોતાના મૂળ સ્થાન પર મતદાતા સૂચીમાં નામ દાખલ કરવાનો અધિકાર આપવામાં આવ્યો.
- ત્યારબાદ 11846 લોકોએ પોતાનું નામ મતદાતા સૂચીમાં દાખલ કરાવ્યું, જેમાંથી 96 ટકા લોકો માત્ર કેરળના છે.
- ઈમેલ દ્વારા મતદાનને લઈને સુપ્રીમ કોર્ટમાં દાખલ થયેલી એક જાહેરહિતની અરજીમાં ચૂંટણીપંચે આ અંગે શોધ કરવાનું કહ્યું હતું.
- જાન્યુઆરી 2015માં કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતુ કે, પોસ્ટલ મતપત્ર અને પ્રોક્સી મતપત્રના પ્રસ્તાવ પર વિચાર કરી રહી છે.
- સરકારની સહમતિ હોવા છતા આજ સુધી આ અંગે સંસદમા કોઈ પણ પ્રકારનું બિલ લાવવામાં આવ્યું નથી.
- ભંડારીએ વડાપ્રધાનને આ અંગે ઝડપથી પહેલ કરવાનો અનુરોધ કર્યો છે. તેમણે જણાવ્યું છે કે, વીસ એશિયાઈ દેશો સહિત 114 દેશોએ પોતાના પ્રવાસી નાગરિકોને આ પ્રકારની સુવિધા આપી છે.
- એવામાં દુનિયાના સૌથી મોટા લોકતંત્ર ભારતમાં પણ પ્રવાસી ભારતીયોને આ પ્રકારનો અધિકાર મળવો જોઈએ.
(USA Gujarati News) સાથે જોડાયેલા અન્ય (NRG Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Prem Bhanderi Demand From PM Narendra Modi for Voting Right for NRIs
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended