Home »NRG »USA» Police Say Two Hotels Of Middletown Hubs For Drug Activity, Overdoses

USA:ગુજરાતીની મોટેલ ડ્રગ્સનું સેવન, ઓવરડોઝ માટે હબ? પોલીસની નજર

divyabhaskar.com | Mar 24, 2017, 10:57 AM IST

  • પાર્કવે ઈનના માલિક છે જયેશ પટેલ
અમેરિકાઃમિડલટાઉનના ઓહિયામાં વધતી જતી માદક પદાર્થો સંબંધિત ઘટનાઓ, ડ્રગ્સની હેરફેર, ઓવરડોઝ જેવી ઘટનાઓને લઈને પોલીસે પ્રતિક્રિયા આપી છે. તેઓએ આ અંગે મિડલટાઉનની બે હોટલને જવાબદાર ઠેરવી છે જેમાં એક હોટલ જયેશ પટેલની હોવાનું જાણવા મળ્યું છે. જયેશ પટેલ પાર્કવેમાં આવેલી પાર્કવે હોટલના માલિક છે, હોટલનો મેનેજર તેમનો પિતરાઈ ભાઈ છે.
 
શું છે સમગ્ર ઘટના?

પોલીસે કહ્યું કે, છેલ્લા બે વર્ષોમાં માદક પદાર્થો સંબંધિત ઘટનાઓ, ઓવરડોઝ અને હુમલાની ઘટનાઓ 40 ગણી વધી છે. જેના માટે મિડલટાઉનની બે હોટલ્સ અંગે જવાબ આપ્યો હતો. જાન્યુઆરી 2015થી પોલીસ 11 ઓવરડોઝ, 7 માદક પદાર્થો સંબંધિત ઘટના અને એક હત્યા માટે ઉત્તર વેરિટી પાર્કવે પર આવેલી પાર્કવે ઈન અંગે જવાબ આપ્યો હતો. રેન્ચ ઈનથી અંદાજે 2 માઈલ દૂર, પોલીસે 12 ઓવરડોઝ, 9 માદક પદાર્થો સંબંધિત ઘટનાઓ અને હુમલાની 4 ઘટનાઓ અંગે પ્રતિક્રિયા આપી છે.
 
શા કારણે વધી રહી છે ઘટના?

જૈની કિંગ અને તેના 12 વર્ષીય પુત્ર રેન્ચ ઈન પાસે રહે છે. જૈની કિંગ કહે છે કે, 'મારે મારા મિત્રના ઘરની આજુબાજુ ડ્રાઈવ કરવું પડે છે કારણ કે, હું મારા પુત્રને હોટલ પાસે નથી લઈ જવા માંગતો કારણ કે, ત્યાંથી અનેક પ્રકારની ડ્રગ્સની હેરાફેરી થાય છે.' મિડલટાઉન પોલીસ ચિફ રોડને મટરસ્પોએ કહ્યું કે, 'મોટેલમાં રહેલા ગુપ્ત રુમ વ્યસનીઓને ખેંચી લાવે છે. લોકો તેમના ઘરમાં તેમના પરિવારની સામે નશીલા પદાર્થોનું સેવન નથી કરવા માંગતા હોતા. જેથી તેઓ નાની હોટલમાં જાય છે જ્યા તેમને આવા પદાર્થો સહેલાઈથી અને સસ્તા ભાવે મળી જાય.'
 
શું છે પોલીસનો પ્લાન?

બટલર કાઉન્ટી ઓડિટરની ઓફિસ પ્રમાણે, ન્યુજર્સીના જયેશ પટેલ પાર્કવે ઈન હોટલના માલિક છે. મોટેલનો મેનેજર જયેશ પટેલનો પિતરાઈ ભાઈ છે. મિડલટાઉન પોલીસ કહે છે કે, સ્ટીવ લેન્ડ, જે એસએએલ ઇન્કોર્પોરેટેડ ધરાવે છે, અને રેન્ચ ઈનનો માલિક છે. મટરસ્પોએ કહ્યું કે, બન્ને હોટલોમાં પોલીસની હાજર વધારવામાં આવશે. કિંગની જેમ અન્ય પાડોશીઓની પણ પૂછપરછ કરવામાં આવશે, આશા છે કે આ અપરાધ રોકવા માટે અમને તેમની મદદ મળે. કિંગે કહ્યું કે, તેઓ પ્રયાસ કરશે કે, પોલીસ ત્યાં કાયમ હાજર રહે, જેથી તેઓ જાણી શકે કે ત્યાં શું થઈ રહ્યું છે.
(USA Gujarati News) સાથે જોડાયેલા અન્ય (NRG Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: police say two hotels of Middletown hubs for drug activity, overdoses
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended