Home »NRG »USA» Police Say Missing Liquor Store Owner Sanjay Patel Feared Dead

અમેરિકામાં વધુ એક ગુજરાતી પર આફત, 15 દિવસથી ગુમ સંજય પટેલની મોતની આશંકા

divyabhaskar.com | Oct 19, 2016, 13:03 PM IST

  • અમેરિકામાં ટેનિસી સ્ટેટના કોર્ડોવા ખાતે પોતાની વાઈન શોપ પરથી 15 દિવસથી ગુમ સંજય પટેલની ફાઈલ તસવીર.
ટેનિસી:અમેરિકામાં વધુ એક ગુજરાતી પરિવાર પર આફત આવી છે. ટેનિસી સ્ટેટના કોર્ડોવા ખાતે 15 દિવસથી ગુમ વાઈન શોપના માલિક સંજય પટેલની હત્યા કરી નાખવામાં આવી છે. તેઓ 20 વર્ષ પહેલા મહેસાણાના આખજ ગામથી અમેરિકા સ્થાયી થયા હતા. સંજય પટેલ પોતાની 'ફાઈવ સ્ટાર વાઈન એન્ડ સ્પિરીટ' શોપમાં છેલ્લે રેગ્યુલર કસ્ટમર માર્કસ પેરી સાથે જોવા મળ્યા હતા. આ કસ્ટમરની ગત 11 ઓક્ટોબરના રોજ તેના ઘરમાંથી લાશ મળી હતી. જેના ફોનની તપાસ કરતાં પોલીસ એવા તારણ પર આવી છે કે સંજય પટેલનું પણ મોત થઈ ગયું છે. અમેરિકામાં છેલ્લાં બે વર્ષમાં 11 ગુજરાતીની હત્યા કરવામાં આવી છે.
 

નવરાત્રિમાં ભારત આવવાની તૈયારી કરી રહ્યા હતા સંજયભાઈ
 
divyabhaskar.comએ આ અંગે આખજ ગામે રહેતા અને ખેતીવાડીનું કામ કરતા સંજયભાઈના નાનાભાઈ અલ્પેશ પટેલ સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, ''જે દિવસે મોટાભાઈ ગુમ થયા તે દિવસે સવારે જ મેં તેમની સાથે વાત કરી હતી. વાત દરમિયાન વીડિયો કોલ કટ થઈ ગયો હતો અને તેમને જણાવ્યું હતું કે તેઓ લિકર શોપ પર જઈને વધુ વાત કરશે. બાદમાં તેમનો ફોન સતત બંધ આવવા લાગ્યો હતો. તેઓ નવરાત્રિમાં વતન આવવાની તૈયારી કરતા હતા અને ટિકિટ પણ બૂક થઈ ગઈ હતી.''
 
સંજયભાઈ હતા ખૂબ જ મિલનસાર સ્વભાવના
 
વધુમાં તેમણે કહ્યું, મોટાભાઈ 20 વર્ષ પહેલા અમેરિકા ગયા હતા. જિંદગીમાં ખૂબ સંઘર્ષ કરી આગળ આવ્યા હતા. શરૂઆત સંબંધીઓને ત્યાં જોબ કરી હતી. આજે તેમની પાસે 4 સબ-વે, 1 ગ્રોસરી સ્ટોર અને 1 લિકર શોપ છે. સંજયભાઈ ખૂબ જ મિલનસાર સ્વભાવના હતા અને ગામમાં અનેક સેવાકાર્યો કર્યા છે. તેમને સંતાનમાં રાજ અને વિરાજ પટેલ નામના બે પુત્રો છે. તેમના બન્ને બાળકો હાલ અભ્યાસ કરે છે.''
 
...તો બચી ગયો હોત મારાભાઈનો જીવ
 
પોલીસની ઢીલી તપાસ અંગે તેમણે કહ્યું કે, મોબાઈલ ફોન ટ્રેસ કરવાની જરૂરી પરમિશન લેવામાં 3-4 લાગ્યા હતા. આ પરમિશન કંપનીમાં આપતા-આપતા બીજું અઠવાડિયું કાઢી નાખ્યું હતું. જો આ કાર્યવાહી ઝડપથી થઈ હોત તો કદાચ મારા મોટાભાઈનો જીવ બચી ગયો હોત.
 
આગળ વાંચોઃ 15 દિવસ પહેલા ગુમ થયા હતા સંજય પટેલ, ખંડણી માટે કીડનેપિંગ થયાનો આરોપ, છેલ્લે કસ્ટમર સાથે જોવા મળ્યા હતા સંજય પટેલ, મૃત કસ્ટમરના મોબાઈલ ફોનમાંથી મળ્યા પોલીસને પુરાવા
(USA Gujarati News) સાથે જોડાયેલા અન્ય (NRG Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: police say Missing liquor store owner Sanjay patel feared dead
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended