Home »NRG »USA» Police Reward Indian Man Who Was Robbed Saving Unconscious Woman

ન્યુજર્સીમાં ભારતીયે જીવના જોખમે કરી મહિલાની મદદ, US પોલીસે બિરદાવી કામગીરી

divyabhaskar.com | May 03, 2017, 11:04 AM IST

  • ટ્રેન ટ્રેક પર જમ્પ કરતી વખતે અનીલની બેગ પડી ગઈ હતી
એનઆરજી ડેસ્ક:જીવના જોખમે એડિસન સ્ટેશન ટ્રેન ટ્રેક પર પડી ગયેલી મહિલા કો-વર્કરની મદદે આવેલા એક મૂળ ભારતીયની કામગીરીને બિરદાવતા એડિસન પોલીસ યુનિયન દ્વારા તેને 1000 ડોલરનું ઈનામ આપવામાં આવ્યું છે.
શું છે ઘટના ?

ઘટના અંગેની મળતી માહિતી પ્રમાણે, શુક્રવારે સવારે સાડા સાત આસપાસ એડિસન સ્ટેશન પર ટ્રેન ટ્રેક પર મધુરી નામની મહિલા પડી ગઈ હતી. પગમાં ગંભીર ઈજા સાથે ટ્રેક પર પડેલી મધુરીની મદદ કરવા માટે જીવના જોખમે  34 વર્ષીય મૂળ ભારતીય અનીલ વન્નાવલી પહોંચી ગયા હતા. અન્ય બે વ્યક્તિઓની સહાયતાથી મહિલા કો-વર્કરની મદદ કરતા સમયે અનીલની બેગ ચોરી થઈ ગઈ હતી. ચોરી થયેલી આ બેગમાં અનીલનું વર્ક આઈડેન્ટી કાર્ડ ઉપરાંત 700 ડોલરનું લેપટોપ અને 200 ડોલર રોકડા હતા.
 
શું કહ્યું મધુરીએ?
 
મધુરીએ જણાવ્યું હતું કે, તે સવારે કંઈ પણ ખાધા-પીધા વગર ટ્રેન પકડવા માટે સ્ટેશન પર દોડી રહી હતી. આ દરમિયાન પાટા પર પડી જતા તેના ઘૂંટણમાં ફ્રેક્ચર અને એડીમાં ઈજા થઈ હતી. અનિલ વન્નાવલ્લીએ જણાવ્યું હતું કે એ ગણતરીની મિનિટોનો ખેલ હતો. પાટા પર પડેલી યુવતી સામેથી આવતી ટ્રેનની અડફેટે ન ચડી જાય એ માટે હું અને બીજો એક મુસાફર કૂદી પડ્યા હતા. થોડી મિનિટોમાં તે યુવતીને પાટા પરથી સલામત રીતે બાજુમાં ખસેડી લીધી હતી.
 
પોલીસે આપ્યું 1000 ડોલરનું ઈનામ

- જીવના જોખમે અનીલ વન્નાવલીએ કરેલી કામગીરીને એડિસન પોલીસે બિરદાવી હતી.
- મહિલાની મદદ કરતી વખતે ચોરી થયેલી બેગના વળતર રૂપે પોલીસે અનીલને ઈનામ આપ્યું હતું.
- મંગળવારે પોલીસે અનીલને 1000 ડોલરનો ચેક આપીને તેની કામગીરીને સલામ કરી હતી.
 
આગળ જુઓ ઘટના સંબંધીત વધુ તસવીરો....
(USA Gujarati News) સાથે જોડાયેલા અન્ય (NRG Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Police reward Indian man Who was robbed saving unconscious woman
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended