Home »NRG »USA» People Of Gujarat Celebration Of Navratri Festival In Delaware At USA

Pics: USના ડેલાવરમાં ગુજરાતીઓ ગરબાના તાલે ઝૂમી ઉઠ્યા

divyabhaskar.com | Oct 03, 2016, 11:44 AM IST

ડેલાવર-યુએસ (રેખા પટેલ દ્વારા) : અમેરિકામાં બધાં જ ભારતીય તહેવારોની ધામધૂમથી ઉજવણી થાય છે. તેમાંય અહીંની નવરાત્રિ તો ઈન્ડિયાને પણ ભુલાવી દે તેવી હોય છે. અમેરિકાના ડેલાવરમાં ગુજરાતીઓ નવરાત્રિમાં ગરબે ગૂમ્યા હતાં. દેશમાં દસ દિવસ સળંગ ચાલતો ઉત્સવ અહી અમેરિકામાં આ એક મહિનો ચાલતો તહેવાર બની જાય છે, કારણ કે અહીં આખા વિક દરમિયાન કામમાં વ્યસ્ત રહેતા લોકો મોટા ભાગે વિકેન્ડમાં જ રાત્રે વધારે પ્રમાણમાં ભેગા થતાં હોય છે. તેથી ગરબા ઉત્સવમાં મોડી રાત સુધી ગરબા રમી શકે તે હેતુથી અહીં શુક્ર, શનિ અને રવિવારે ત્રણ વિક નવરાત્રી ચાલતી હોય છે.
ડેલાવરમાં આવેલી સ્કુલના ઈન્ડોર બાસ્કેટબોલના હોલમાં વુડન ફ્લોર પર નવરાત્રિ યોજાઈ રહી છે. જેના કારણે ગરબા રવામાં બહુ સરળતા રહે છે. આ વખતે વિકેન્ડ છ દિવસ ગરબાનું આયોજન કરવામાં આવેલ છે. સામાન્ય રીતે દરેક વખતની જેમ અહીંનો 'ડેલાવર ગુજરાતી સમાજ'ના દરેક સભ્યો આ વર્ષે યોજાતા ગરબાની વ્યવસ્થા સ્વીકારી હતી. આ સમાજને કારણે જ બધાને પરદેશમાં આમ ગરબા રમવાની તક મળે છે. આ ઉપરાંત ગરબા સ્પોન્સર કરનાર ગ્રુપ, જેમ કે મોટેલ ગ્રુપ, લીકર ગ્રુપ કે ડંકીન ડોનટ ગ્રુપ વગેરે મળી આવે ત્યારે એન્ટ્રી મોટાભાગે ફ્રી રાખવામાં આવે છે. જ્યારે બાકીના દિવસોમાં બિલકુલ ઓછી કિંમત રાખવામાં આવે છે જેની કિંમત પાંચ ડોલર એન્ટ્રી ફ્રી હોય છે. આપણાં દેશની જેમ અહીં પાસ સિસ્ટમ રખાતી નથી, અહીં આવનારા બધાં જ એક સરખા છે માટે દરેકે ફી ચૂકવવી પડે છે. આ સ્ટેટ બહુ નાનું છે માટે કોમ્યુનીટી મજબુત છે. ગઈકાલની આશરે 700 ખેલૈયાઓએ નવરાત્રિની મજા માણી હતી.

ગરબા ગાવા આવેલ રાકેશ રાજનું ગરબા વૃંદ પણ મજાનું હતું તેમાં પણ સારી રીતે ગવાતા ગરબા જોતાં એવું લાગતું હતું કે ગુજરાતના કોઈ શહેરમાં ગરબા ગવાઈ રહ્યા છે. ગરબાના તાલે ગુજરાતીઓ ઝૂમી ઉઠ્યા હતાં અને નવરાત્રિની મજા માણી હતી.

નવરાત્રિમાં ગરબા ગાવા માટે ફેમસ ગાયકોને બોલાવવામાં આવે છે અને તેમના સંગીત ઉપર ગુજરાતીઓ સાથે નોન ગુજરાતીઓ પણ ઝૂમતા જોવા મળે છે. સ્કુલ-કોલજમાં મિત્રોની સાથે તેમના અમેરિકન મિત્રોને ગરબામાં ચણીયા ચોળી પહેરી સરસ ઘૂમતા જોઈએ ત્યારે એમ થાય કે માત્ર રંગ અને રૂપને બાદ કરતાં અમેરિકન અને ઇન્ડિયનમાં કોઈ વધારે ફર્ક દેખાતો નથી. આખો દિવસ કામ કરીને આવ્યા હોય છતાં પણ રાત્રે ગરબામાં ઘૂમવાનો ઉત્સાહ જોઇને લાગે છે કે અમેરિકી તહેવાર હોય કે ભારતીય તહેવાર બસ તેમને બહાનું જોઈએ ઉજવણી માટેનું.

તસવીરો જુઓ આગળની સ્લાઈડ્સમાં ક્લિક કરો...
(USA Gujarati News) સાથે જોડાયેલા અન્ય (NRG Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: People of Gujarat celebration of Navratri Festival in Delaware at USA
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended