Home »NRG »USA» Peaceful March With Demand Of Fire Reza Aslan In Front Of Cnn Building Atlanta

USA: CNNના ધર્મ આધારિત શોના વિરોધમાં એટલાન્ટામાં હિન્દુ સંગઠનનું પ્રદર્શન, રાજીનામાની માંગ

divyabhaskar.com | Mar 13, 2017, 12:17 PM IST

  • CNNની ઓફિસ બહાર કર્યા હતા દેખાવો
એટલાન્ટા(રૂચિતા પટેલ દ્વારા): હિંદુ ઓર્ગેનાઈઝેશન ઓફ એટલાન્ટાના 150થી વધુ સભ્યોએ CNNની ઓફિસ બહાર CNN દ્વારા 5 માર્ચ 2017ના રોજ દર્શાવાયેલા ‘‘બિલીવર વીથ રેઝા અસલાન'' નામના શો વિરુદ્ધ દેખાવો કર્યા હતા. આ શોમાં હિન્‍દુઓના એક પંથ કે જે અઘોરી તરીકે ઓળખાય છે અને તે માનવ માંસ ભક્ષી હોવાનું જણાવાયુ છે. જે એકદમ પાયાવિહોણી વિધિ દર્શાવતી બાબત છે. CNNની ઓફિસ બહાર એકઠા થયેલા સભ્યોએ રેઝા અસલનના રાજીનામાની માંગણી સાથેના પોસ્ટર્સ પ્રદર્શિત કરીને શાંતિપૂર્ણ અભિયાન ચલાવ્યું હતું. ઓફબીજેપી સંગઠનના સેક્રેટરી ડો. વાસુદેવ પટેલે આ ઈવેન્ટનું આયોજન કરવામાં મોટો ફાળો આપ્યો હતો. 
 
શું છે સમગ્ર વિવાદ?

CNNના રિપોર્ટર રેઝા અસલન દ્વારા કથિત રૂપે ભારતના લોકોનું  માનવ માંસ ખાવાના મામલે વિવાદ વકરી રહ્યો છે. CNNના નવા શો બિલિવર્સમાં અઘોરી સાધુઓને બતાવીને દાવો કરવામાં આવ્યો છે કે અઘોરીએ કથિત રીતે CNNના સંવાદદાતા રેઝા અસલાનને એક મૃતકના માનવ માંસનો ભાગ ખવડાવ્યો, જેના વિશે અઘોરીનો દાવો હતો કે, આ મનુષ્યના મગજનો ભાગ છે. CNNના એક શોનું પ્રસારણ 5 માર્ચના રોજ કરવામાં આવ્યું હતું. આ શોમાં બતાવવામાં આવ્યું હતું કે, બનારસમાં રેઝા અસલાનને અઘોરીએ પહેલા દારૂ પીવડાવ્યો, ત્યારબાદ તેને કથિત માનવ માંસનો ભાગ ગણાવીને ખાવા માટે આપ્યો હતો.
 
શું બતાવવામાં આવ્યું છે શોમાં?

આ શોના પ્રસારણ બાદ અમેરિકી કોંગ્રેસના સભ્ય તુલસી ગબાર્ડે જણાવ્યું હતું કે, આ પ્રકારના દ્રશ્યો બતાવીને CNN તેના પ્રભાવનો દુરુપયોગ કરી રહ્યું છે અને સાથે જ હિન્દુત્વની ખરાબ છબી રજૂ કરી રહ્યું છે. ભારતના બનારસ સહિત અન્ય ભાગોમાં ફિલ્માવવામાં આવેલા આ શોમાં 44 વર્ષના રેઝા અસલાને અઘોરીઓના કહેવા પ્રમાણે પહેલા ચિતાની રાખ શરીર પર લગાવી અને પછી ઘણા કર્મકાંડ કર્યા. એક પ્રસંગ એવો પણ બન્યો, જ્યારે એક અઘોરીએ બહુ વધારે સવાલો પૂછવાના કારણે તેનું ગળું કાપવાની ધમકી પણ આપી દીધી હતી.
 
કોણ છે રેઝા અસલાન?

અસલાન ઈરાની મૂળનો સ્કોલર છે, જે વિવિધ ધાર્મિક વિષયો પર સંશોધન માટે ઓળખાય છે. જો કે, હાલમાં અમેરિકામાં ભારતીયો પર થઇ રહેલા હેટ ક્રાઇમ સમાન હુમલાઓની વચ્‍ચે હિંદુઓને માનવમાંસ ભક્ષી ગણાવી વિશ્વના સૌથી પ્રાચીન તથા વસતિની દૃષ્‍ટિએ ત્રીજો નંબર ધરાવતા હિન્‍દુ ધર્મના અનુયાયીઓ પ્રત્‍યે તિરસ્‍કાર ઊભો કરવાનું કૃત્‍ય વખોડવા લાયક છે. અમેરિકામાં વસતા ભારતીયો પૈકી મોટા ભાગના હિન્‍દુઓ છે તેવા સંજોગોમાં આવા શો દર્શાવી હિન્‍દુઓની વફાદારી પ્રત્‍યે આશંકા ઊભી કરાવી હેટ ક્રાઇમનો ભોગ બનાવવાનું કાવતરું છે. 
 
આગળ જુઓઃ વિરોધ પ્રદર્શન કરી રહેલા ભારતીયોની વધુ તસવીરો...
(USA Gujarati News) સાથે જોડાયેલા અન્ય (NRG Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: peaceful march with demand of fire Reza Aslan in front of cnn building Atlanta
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended