Home »NRG »USA» PBD 2017 Award Honour To PM Modi's Friend And Chigado Doctor Bharat Barai

PMના ‘ડોક્ટર મિત્ર’ PBD એવોર્ડથી સન્માનિત, USAમાં યોજી હતી મોદીની રેલી

divyabhaskar.com | Feb 28, 2017, 11:51 AM IST

  • ઈન્સ્ટમાં નરેન્દ્ર મોદી સાથે ડો.ભરત બારાઈ અને પન્ના બારાઈ
એનઆરજી ડેસ્ક: દર વર્ષ નવમી જાન્યુઆરીના રોજ યોજાતા પ્રવાસી ભારતીય દિવસની ઉજવણી આ વર્ષ બેંગલોર ખાતે કરવામાં આવી હતી. 7-9 જાન્યુઆરીએ યોજાયેલા 14માં પ્રવાસી ભારતીય દિવસના કાર્યક્રમનું ઉદ્ઘઘાટન નરેન્દ્ર મોદીએ કર્યું હતું. વર્ષ 1915માં આફ્રિકાથી આજ દિવસે એટલે કે 9 જાન્યુઆરીના રોજ મહાત્મા ગાંધી પરત ફર્યા હોવાથી 9 જાન્યુઆરીના રોજ પ્રવાસી ભારતીય દિવસની ઉજવણી કરવામાં આવે છે.
 
બેંગલોરમાં યોજાયેલા આ કાર્યક્રમમાં રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી દ્વારા 8 ગુજરાતીઓ સહિત 30 પ્રવાસી ભારતીયોનું સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં ન્યુયોર્કમાં વડાપ્રધાન મોદીના કાર્યક્રમને હોસ્ટ કરનાર મૂળ ગુજરાતી અને શિકાગોમાં રહેતા ડોક્ટર ભરત બારાઈને સામાજિક સેવા બદલ સન્માન કરવામાં આવ્યું હતું.

- PBD-2017 સન્માનિત ડો. ભરત બારાઈ મોદીના નજીકના મિત્ર

- સામાજિક સેવામાં અમેરિકામાં રહેતા ભારતીયોમાં ડો.ભરત બારાઈનું નામ આગળ પડતું છે.
- ડોક્ટર ભરત બારાઈને ભાજપ અને આરએસએસ સાથે બહુ નજીકના સંબંધો છે.
- 1993માં મોદી પહેલી વાર અમેરિકા ગયા ત્યારે મોદી સાથે તેમની મુલાકાત થઈ હતી.
- ભાજપ નેતા મુરલી મનોહર જોષીએ શિકાગોમાં મોદી અને ભરત બારાઈની મુલાકાત કરાવી હતી.
- ત્યાર બાદ મોદી અને ભરત બારાઈ સતત સંપર્કમાં હોવાથી તેમની વચ્ચે સારી મિત્રતા થઈ.
- સંઘ અને ભાજપ નેતાઓ શિકાગોની મુલાકાતે જાય ત્યારે ભરત બારાઈ અને પન્ના બારાઈના ઘરે મહેમાનગતિ માણે છે.
- ડો ભરત બારાઈએ સપ્ટેમ્બર 2014માં ન્યુયોર્કના મેડિશન ગાર્ડન ખાતે સફળતા પૂર્વક મોદીની રેલીનું આયોજન કર્યું હતું.
- મોદી વડાપ્રધાન પદના દાવેદાર હતા, તે સમયે અમેરિકાથી ભારત સુધી મોદીના સમર્થન માટે ડો. બારાઈએ અગત્યનો ભાગ ભજવ્યો હતો.
- કહેવામાં આવે છે કે, ઓબામા અને મોદીને નજીક લાવવામાં પણ ડો. ભરત બારાઈનો અગત્યનો ફાળો રહ્યો છે.
- ડો. બારાઈ અમેરિકામાં પ્રતિષ્ઠિત ડોક્ટર હોવાથી તેઓ ઓબામાને પણ નજીકથી ઓળખતા હતા.
 
આગળ વાંચો કોણ છે ડોક્ટર ભરત બારાઈ.....
(USA Gujarati News) સાથે જોડાયેલા અન્ય (NRG Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: PBD 2017 Award Honour To PM Modi's Friend And Chigado Doctor Bharat Barai
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended