Home »NRG »USA» Patels Make Umiya Mataji Temple In United States

પાવર ઓફ પાટીદારઃ પટેલોનો USAમાં ડંકો, નિર્માણ પામી રહ્યા છે અનેક ઉમિયા ધામ

divyabhaskar.com | Nov 22, 2016, 14:45 PM IST

અમદાવાદઃ2 કરોડના ખર્ચે અમેરિકામાં ઉમિયા માતાનું પ્રથમ મંદિર જ્યોર્જિયાના મેકનમાં ઉભું કરાયા બાદ અમેરિકામાં રહેતા 5 લાખથી વધુ પાટીદારો એકઠા થઈને એકથી વધુ સ્થળોએ ઉમિયા માતાના મંદિરનું નિર્માણ કરી રહ્યા છે. જેમાંથી બે મંદિરોનું કામકાજ તાજેતરમાં જ પૂર્ણ થયું છે. આ તમામ મંદિરોનું નિર્માણકાર્ય દાનમાં મળેલી રકમથી જ કરવામાં આવ્યું છે.
 
2 કરોડ ડોલરના ખર્ચે જ્યોર્જિયામાં બનેલું મંદિર
 
- દેશવિદેશોમાં ડંકો વગાડનાર પટેલ સમાજ હવે અમેરિકામાં પોતાના કુળદેવી ઉમિયા માતા પ્રત્‍યેની શ્રદ્ધાનાં કેન્‍દ્રો ઉભા કરી રહ્યું છે. 
- આ તમામ મંદિરોના નિર્માણકાર્યનો ખર્ચ દાનમાં મળેલી રકમથી જ કરવામાં આવી રહ્યો છે. 
- મંદિરનું નિર્માણ કાર્ય ઝડપી ગતિએ થઈ રહ્યું છે. 
- નોંધનીય છે કે, અમેરિકામાં પહેલું ઉમિયા માતાનું મંદિર 2 કરોડ ડોલરના ખર્ચે જ્યોર્જિયા રાજ્યના મેકનમાં ઉભું કરાયું હતું. 
 
2 મંદિરોનું કામકાજ પૂર્ણ થવાના આરે
 
- હાલ અમેરિકામાં અન્ય 2 મંદિરોનું કામકાજ ચાલી રહ્યું છે જે પૂર્ણ થવાના આરે છે.
- આ તમામ મંદિરોનું નિર્માણ ઉમિયા માતાજી સંસ્‍થાન ઉંઝાના માર્ગદર્શન હેઠળ થઈ રહ્યું છે. 
- ન્‍યૂ જર્સી અને બોસ્‍ટનમાં ખાતે એક એક મંદિર તૈયાર થઈ ગયા છે. 
- શિકાગો અને લોસ એન્‍જેલસમાં મંદિરનું કામકાજ ચાલી રહ્યું છે. 
 
પાટીદાર સમાજના પ્રમુખ સી.કે. પટેલે જણાવ્યું હતું કે, 'અમેરિકામાં રહેતા ગુજરાતીઓમાં પટેલોનું પ્રમાણ 50 ટકા છે. ઉમિયા માતાજી અમારા કુળદેવી છે અને તેમના અમેરિકામાં બનનારા આ મંદિરો સમુદાયના લોકો વચ્‍ચેનું બંધન વધુ મજબૂત બનાવશે.' ઉમિયા માતાજીનો રથ ગુજરાતથી અમેરિકા લાગવવામાં આવ્‍યો હતો. જેથી અહીં રહેતા લોકો પોતાના કુળદેવીના દર્શન કરી શકે.
(તસવીરોઃ સૌજન્ય ફેસબુક)
 
આગળની સ્લાઈડ્સમાં જુઓ, અમેરિકામાં આવેલા ઉમિયા માતાજીના વધુ મંદિરો તથા વિવિધ તહેવારોની ધામધૂમથી ઉજવણી કરતા મંદિરની તસવીરો...
(USA Gujarati News) સાથે જોડાયેલા અન્ય (NRG Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Patels make Umiya Mataji temple in United States
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended