Home »NRG »USA» Patel Store Clerk OK After SUV Smashes Through Store Window

વિદેશી યુવતીએ BMWનું એક્સિલેટર દબાવતાં ગુજરાતીના સ્ટોરમાં ઘૂસી લક્ઝુરિયસ કાર

divyabhaskar.com | Mar 17, 2017, 16:14 PM IST

  • જ્યોર્જિયાના કોબ કાઉન્ટીમાં બની ઘટના
અમેરિકાઃગુરુવારે જ્યોર્જિયાના કોબ કાઉન્ટીમાં એક અનોખી ઘટના બની હતી, જેમાં પટેલ સ્ટોર માલિક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા બચી ગયો હતો. એસયુવી કાર ચાલક મહિલાએ સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવી દેતા કાર સીધી સ્ટોરમાં ઘૂસી ગઈ અને દુર્ઘટનાગ્રસ્ત થઈ હતી. આ ઘટનામાં ત્રણ વ્યક્તિને સામાન્ય ઈજા થઈ છે. 
 
શું કહે છે પોલીસ?

પોલીસના જણાવ્યા પ્રમાણે, ઈસ્ટ પોઈન્ટમાં બુધવારે ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા હતા, જ્યારે એક રેસ્ટોરાંની બારીના માધ્યમથી દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયા હતા. આ ઘટનમાં ચાલકને બેદરકારીપૂર્વક વાહન ચલાવવા માટે ધરપકડ કરી લીધી છે. પોલીસનું કહેવું છે કે, ડ્રાઈવર કારને પાર્કમાં મૂકવાનું ભૂલી ગઈ હતી, અને જ્યારે તેણે રોલિંગ થતી કારને રોકવાનો પ્રયાસ કર્યો તો ભૂલથી ખોટું પેડલ દબાઈ ગયું હતું. 
 
શું કહે છે સ્ટોર માલિક પટેલ?

જૂનિયર પટેલે સ્થાનિક મીડિયા સાથે વાતચીત દરમિયાન જણાવ્યું કે, જ્યારે બીએમડબલ્યૂ X6 સ્ટોરમાં બારી દ્વારા ઘૂસી ગઈ તે સમયે તે Kennesawના મુખ્ય માર્ગ પર આવેલા બિગ સેન્ટી સુપરટેક્ટના કાઉન્ટર પાછળ ઉભા હતા. કાર થોડીક રોલિંગ થવાની શરૂ થઈ ગઈ, બાદમાં તે સીધી સ્ટોરમાં જ ઘૂસી ગઈ હતી. પટેલે વધુમાં કહ્યું કે, સદનસીબે તેને ઈજા નથી થઈ. મને પણ ઈજા નથી થઈ. અમે બધા ધન્ય છી, ભગવાનનો આભાર, પરંતુ અમારે ઘણું બધુ સાફ કરવું પડ્યું હતું. પટેલે ડ્રાઈવર અંગે ચિંતામાં છે, તે પડી ગઈ હતી અને ઈજાગ્રસ્ત થઈ હતી. બાદમાં તેણે 911 પર કોલ કરીને એમ્બ્યુલન્સ બોલાવી હતી.
 
આગળની સ્લાઈડ્સમાં જુઓ વધુ તસવીરો...
(USA Gujarati News) સાથે જોડાયેલા અન્ય (NRG Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Patel store Clerk OK after SUV smashes through store window
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended