Home »NRG »USA» Patel Denied Reports Of The Arrest Of Synthetic Marijuana In The US

‘ડ્રગ્સ રેકેટમાં મારી ક્યારેય નથી થઈ ધરપકડ’, USમાં રહેતા ગુજરાતીએ કર્યો ખુલાસો

divyabhaskar.com | Apr 14, 2017, 18:53 PM IST

  • દક્ષેશ પટેલનો સ્ટોર, ઈન્સેટમાં દક્ષેશ પટેલ તેમના પરિવાર સાથે
અમેરિકાઃ પેન્સિલવેનિયાના બકર્સ કાઉન્ટીમાં રહેતા દક્ષેશ પટેલ પર અમેરિકન પોલીસે ડ્રગ્સના કેસમાં ધરપકડ થઇ હોવાના અહેવાલો સ્થાનિક અમેરિકન મીડિયામાં વહેતા થયા હતા. તેના પગલે મૂળ ચરોતરના રહેવાસી એવા દક્ષેશભાઇ પર આભ તૂટી પડ્યું હતું. આ અહેવાલો અંગે તેમણે divyabhaskar.com સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે મારી ક્યારેય ધરપકડ થઇ નથી અને ના તો મારા સ્ટોરમાંથી ડ્રગ્સ કે એવી કોઇ વાંધાજનક વસ્તુઓ મળી છે. આ અંગે હું અહીં મારા વકીલની સલાહના આધારે કેસ લડી રહ્યો છું.
 
આ સમાચારો અંગ હકીકત કંઇક જુદી જ છે એવું કહેતાં તેમણે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, ડ્રગ રિંગનો લીડર એરિક સેન્ટ્રોન તેમનો સ્ટોર ખરીદવા માંગતો હતો, જેથી બન્ને વચ્ચે મુલાકાત થઈ હતી. સેન્ટ્રોનના ગુનાહિત ઈતિહાસથી અજાણ દક્ષેશને સ્ટોરની ડીલ માટે સિન્ટ્રોને દોઢ લાખ ડોલરની રકમ પણ આપી હતી. આ ડીલને લઈને પોલીસે પટેલના સ્ટોરમાં તપાસ કરી હતી. જો કે પોલીસને સ્ટોરમાંથી કોઈ વાંધાજનક વસ્તુઓ મળી નહોતી અને આ મામલે દક્ષેશ પટેલની પણ ધરપકડ થઈ નહોતી.
 
મીડિયામાં ફરતા થયા હતા અહેવાલો

11, એપ્રિલના રોજ  મીડિયામાં એવા અહેવાલો ફરતા થયા હતા કે, અમેરિકામાં ગાંજો અથવા K-2ના ટ્રાફિકિંગ સાથે સંકળાયેલ લોકોની ધરપકડ કરવામાં આવી છે. જેમાં 39 વર્ષીય દક્ષેશ પટેલ નામ હોવાના અહેવાલો વહેતા થયા હતા. જો કે અહેવાલ કેટલા સાચા છે તેની જાણ કરવા માટે દક્ષેશ પટેલનો ફોન પર સંપર્ક કર્યો હતો. વાતચીત દરમિયાન પટેલે આ અહેવાલો પાયાવિહોણા હોવાનું જણાવ્યું હતું અને તેમની ધરપકડ પણ ન થઈ હોવાનું પણ જણાવ્યું હતું. પટેલ હાલ તેમના ઘરે જ તેમના પરિવાર સાથે છે તેવી તસવીરો પણ મોકલી હતી.
 
ડ્રગ રિંગનો લીડર ખરીદવા માંગતો હતો સ્ટોર

ફોન પર થયેલી વાતચીતમાં પટેલે જણાવ્યું હતું કે, ડ્રગ રિંગનો લીડર એરિક સેન્ટ્રોન તેમનો સ્ટોર ખરીદવા માંગતો હતો અને થોડા સમય પહેલા બન્ને વચ્ચે મુલાકાત પણ થઇ હતી. ત્યારે દક્ષેશ પટેલને ખબર નહોતી કે સિન્ટ્રોન એક ડ્રગ ડિલર છે અને તે ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. આ માટે સિન્ટ્રોને દક્ષેશને દોઢ લાખ ડોલરની રકમ પણ આપી હતી. જો કે, દક્ષેશને સિન્ટ્રોનું ચારિત્ર્ય શંકાસ્પદ હોવાનું માલૂમ પડ્યું ત્યારે તેમણે પોતાનો સ્ટોર વેચવાનો નિર્ણય બદલી નાખ્યો હતો અને સિન્ટ્રોનને કહ્યું હતું કે, તેઓ ગુનાહિત ઇતિહાસ ધરાવનાર વ્યક્તિને આ સ્ટોર વેચી નહીં શકે. 
 
પટેલ સામે કોઈ ગુનો નોંધાયો નથી

આ ડીલને લઇને પોલીસે શંકાને આધારે સ્ટોરમાં તપાસ હાથ ધરી હતી. જો કે, પોલીસને સ્ટોરમાંથી કંઇ પણ વાંધાજનક મળ્યું ન હતું. દક્ષેશે પોલીસને તપાસમાં પૂરતો સહકાર આપતા સિન્ટ્રોને ડીલ પેટે આપેલા દોઢ લાખ ડોલર પણ પરત આપ્યા હતાં. એટલું જ નહીં, દક્ષેશે પોલીસને સર્ચ વોરંટ વિના પોતાના ઘરની પણ તપાસ લેવા માટે પણ કહ્યું હતું. પોલીસે ઘરની તપાસ કરી હતી તે દરમિયાન પોલીસે દક્ષેશ પટેલને આ રકમ કઇ રીતે આવી તે પુરવાર કરવા જણાવ્યું હતું. દક્ષેશ પટેલની સામે પોલીસે કોઇ પણ પ્રકારનો ગુનો પણ નોંધ્યો નથી અને તેમને પૂછપરછ બાદ છોડી મૂકવામાં આવ્યા હતા. 
(USA Gujarati News) સાથે જોડાયેલા અન્ય (NRG Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Patel denied reports of the arrest of synthetic marijuana in the US
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended