Home »NRG »USA» Patel Brothers Revitalize Vacant Property With Grocery And Other Shops In Naperville

USA: 20 કરોડના ખર્ચે પટેલ બ્રધર્સ ખાલી મિલકતનું કરાવશે રિનોવેશન

divyabhaslar.com | Apr 09, 2017, 09:53 AM IST

અમેરિકાઃનેપિરિલેએ પટેલ બ્રધર્સ ગ્રોસરી સ્ટોરનું સ્વાગત કર્યું છે. બન્ને ભાઈઓ નવા શોપિંગ પ્લાઝા 1568 ઓગડેન એવન્યૂને રિનોવેશન કરશે. એવન્યૂના ખાલી અને અત્યાર સુધી ઉપયોગ કરવામાં આવેલા ભાગનું સંપૂર્ણ રિનોવેશન કરશે, જેના પાછળ પટેલ બ્રધર્શ 30 લાખ ડોલરનો ખર્ચ કરશે.
 
લાંબા સમયથી ખાલી હતી પ્રોપર્ટી

નેપિરવિલે શહેરે આજે જાહેરાત કરી છે કે એક રાષ્ટ્રીય સ્તર પર પહોંચનારી ભારતીય ગ્રોસરી સિરીઝ પટેલ બ્રધર્સ 1568 ઓગડેન એવન્યૂમાં લાંબા સમયથી ખાલી સંપત્તિનો પુનઃવિકાસ કરી રહ્યું છે. ભારત અને દક્ષિણ-પૂર્વ એશિયાની સામગ્રી તથા વ્યંજનોમાં ખાસિયતો ધરાવતી 39000 ચોરસ ફૂટની ગ્રોસરી સ્ટોરને કુલ 88000 ચોરસફૂટની સંપત્તિના વધારાના વિક્રેતાઓ સાથે એક નવા શોપિંગ પ્લાઝામાં પરિવર્તિત કરવામાં આવશે, જેમાં ઘણા ભોજન તથા ખરીદદારીના વિકલ્પો સામેલ હશે.
 
52 સ્થળોએ છે પટેલ બ્રધર્શના સ્ટોર્સ

પટેલ બ્રધર્શની સ્થાપના 1974માં શિકાગોમાં ડેવન એવન્યૂમાં થઈ હતી અને આજે સમગ્ર દેશમાં 52 સ્થળો પર તેના પોતાના સ્ટોર છે. નેપારવિલે સ્ટોર ઈલિનોઈસમાં ચોથું સ્થળ હશે. આ પ્રોપર્ટી પર 30 મિલિયન ડોલરનો ખર્ચ કરવામાં આવશે અને તેમાં સંપૂર્ણ ઈન્ટીરિયર નવીનિકરણ, નવા કાચ, નવી ઉપયોગી વસ્તુઓ અને આસપાસ પાર્કિંગ સ્થળનું નિર્માણ કરવામાં આવશે. આ સંપત્તિ રાજા ફૂડ્સ, એલએલસી દ્વારા ખરીદવામાં આવી હતી, જે પટેલ ભાઈઓ રાકેશ અને સ્વેતલ પાસે હતી. અંદાજે ઓગસ્ટ 2017 સુધીમાં આ બિલ્ડિંગનું રિનોવેશન પૂર્ણ થશે અને તેનું ઉદ્ઘાટન કરવામાં આવશે.
 
આગળની સ્લાઈડ્સમાં જુઓ, ઈવેન્ટની વધુ તસવીરો...
(USA Gujarati News) સાથે જોડાયેલા અન્ય (NRG Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Patel Brothers revitalize vacant property with grocery and other shops in Naperville
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended